________________
૨૬૪
શુત ઉપાસક રમણભાઈ
અમારા વેવાઈ તેમ જ પરમ મિત્ર
| રમણીકભાઈ ઝવેરભાઈ શાહ ડૉ. રમણભાઈ ચીમનલાલ શાહના બહુમુખી વ્યક્તિત્વ વિષે શ્રી કુમારપાળ દેસાઈએ લખેલ “સૌજન્યશીલ સારસ્વત ડૉ. રમણલાલ ચી. શાહની તલસ્પર્શીય જીવન ઝરમરમાં દરેક માટે પ્રેરણાદાયક ઘટનાઓ આલેખાયેલ છે.
ઈ. સ. ૧૯૮૨ માં મારા પુત્ર ચેતન સાથે ડૉ. રમણભાઈની સુપુત્રી શૈલજાના વિવાહ થયા ત્યારથી ડૉ. રમણભાઈના નિકટના પરિચયમાં આવવાનું સદ્ભાગ્ય મને તથા મારી પત્ની અનસુયાને પ્રાપ્ત થયું. એ સમયે પહેલી જ મુલાકાત વખતે હું પણ એક સમયે મુલુંડની મહાશાળામાં શિક્ષક-ઉપાચાર્ય હતો એવી તેમને જાણ થઈ. તે વખતે શિક્ષણપ્રેમી ડૉ. રમણભાઈએ ખૂબ આનંદ વ્યક્ત કરતાં કહ્યું કે આપણે બન્ને શિક્ષણ ક્ષેત્રના હોવાથી આપણું ખૂબ જ જામશે અને તેઓએ તીર્થકર ભગવાન શ્રી મહાવીરસવામીના જીવન વિષેનું સુંદર રંગીન ફોટોગ્રાફ યુક્ત પુસ્તક અમોને ભેટ આપ્યું. જે અમારા નવા સંબંધની સુંદર શરૂઆતની ચિરસ્મરણીય યાદ બની ગયું.
ડૉ. રમણભાઇએ પોતાના સંતાનોને સારી કેળવણી આપી શ્રેષ્ઠ ઘડતર તો કર્યું જ પણ મારા પૌત્ર કેવલ્ય તેમ જ પોત્રી ગાર્ગીને પણ સારી કેળવણી આપી. નાના બાળકો સાથે તેઓ બાળકો જેવા બની શકતાં. તેથી બાળકોને તેમનું સાન્નિધ્ય આનંદમય લાગતું. વાતવાતમાં જ તેમને ધાર્મિક સંસ્કારો પણ મળી જતાં. નાનપણમાં પાંચ-સાત વર્ષની ઉંમરે લોગસ વિગેરે ધાર્મિક સુત્રો ડો. રમણભાઈએ તેમને કંઠસ્થ કરાવ્યા. તેમની સાથેના વાર્તાલાપ દરમ્યાન રમુજી ટૂચકા તો હોય જ. જે બાળકોને અને અમોને પણ ખડખડાટ હસાવી દેતા. ડૉ. રમણભાઈ દ્વારા બાળકોમાં કેળવાયેલ રમુજી સ્વભાવ એટલો તો આત્મસાત થઈ ગયો હતો કે આજે પણ મારો પૌત્ર ચિ. કેવલ્ય મને અમેરિકાથી E-mail કરે છે. તેમાં એકાદ સરસ રમુજ તો હોય જ.
ડૉ. રમણભાઈ તેમ જ પ્રો. તારાબેન અમારે ઘેર અવાર-નવાર પ્રસંગોપાત આવતા. પોતાની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોવા છતાં પર્યુષણ બાદ તેમ જ દિવાળી પછી તેઓ અચૂક અમોને મળવા આવતાં. ક્યારેક અમે એમને કહેતાં કે રમણભાઈ આટલે દૂરથી અમોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org