________________
ત ઉપાસક રમણભાઈ
ખમાવવા ન આવો અને ફોનથી મળી લઈએ તો ચાલે. તો કહેતા અમોને તમારે ત્યાં આવવાનું ખૂબ જ ગમે. અમે તો તમારે ત્યાં આવવાનું બહાનું જ શોધતા હોઈએ. તમારી સાથે બાળકોને પણ મળાય. ખૂબ આનંદ આવે. ડૉ. રમણભાઈમાં ખૂબ જ સરળતા હતી.
અમારા મુલુંડના શ્રી વાસુપૂજ્ય જિનાલયમાં નૂતન પ્રતિષ્ઠા મહોત્સવ પ. પૂ. આચાર્ય ગુરૂ ભગવંતો અશોકચંદ્રસૂરિજી, પૂ. સોમચંદ્રસૂરિજીની પાવન નિશ્રામાં સંપન્ન થઈ રહ્યો હતો ત્યારે અમોને શ્રી સાચા દેવ સુમતિનાથ ભગવાન ભરાવવાનો, શ્રી સરસ્વતી દેવીની પ્રતિષ્ઠા તેમ જ જિનાલયના દ્વારોઘાટનનો લાભ મળ્યો ત્યારે ધર્મપ્રેમી ડૉ. રમણભાઈ ખૂબ જ ખુશ થયા. બધા પ્રસંગોએ પૂજાના પહેરવેશમાં ઉપસ્થિત રહી અમને પ્રોત્સાહિત કરતા. કહેતા કે તમને તથા તમારા કુટુંબના સભ્યોને પુણ્યાનુબંધી પુણ્યનો અનેરો લાભ મળ્યો છે.
છેલ્લા એક વર્ષથી ડૉ. રમણભાઈ અમારા પાડોશમાં મુલુન્ડ રહેવા આવ્યા. કહેતા હતા “હવે આપણે અવાર-નવાર મળી શકીશું. પણ આ સમય ગાળો ખૂબ ટૂંક સમયનો રહ્યો તેનો અમને ખૂબ અફસોસ રહી ગયો.
આ વર્ષે પર્યુષણ પર્વ દરમ્યાન મારી પુત્રવધૂ ચિ. શેલજાએ અઠ્ઠાઈ કરેલી. તેના પારણાના કાર્યક્રમ પ્રસંગે વ્હીલચેરમાં બેસીને ઉપસ્થિત રહેલા. બધાં જ સગાં-સંબંધીઓ સાથે ઉત્સાહપૂર્વક હળવા-મળવાનો કદાચ આ તેમનો છેલ્લો પ્રસંગ હતો. એ સમયે ડૉ. રમણભાઈ સંપાદિત કરેલ “જિન-વચન'નો આત્મકલ્યાણક ગ્રંથ ડૉ. રમણભાઈ તેમ જ પ્રો. તારાબેન તરફથી દરેક મહેમાનને ભેટ તરીકે આપવામાં આવેલ. આ “જિન વચન' ગ્રંથની બધાએ ખૂબ જ પ્રશંસા કરી અને કોઈ કારણવશાત્ જે મહેમાનો કાર્યક્રમમાં હાજર રહી ન શકેલા તેમણે સામેથી એ ગ્રંથ મેળવવા વિના સંકોચ માગણી કરેલી. ડૉ. રમણભાઈએ દરેકના હૃદયને સ્પર્શી જતા આવા કેટલાયે ગ્રંથો તૈયાર કર્યા છે. તેમણે “સાંપ્રત સહચિંતન' પુસ્તક મને અને મારા પત્નીને અર્પણ કર્યું તે મારા માટે આનંદનો વિષય છે.
મારા જીવન વૃત્તાંતનું પુસ્તક “શ્રીમહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું ત્યારે તેની પ્રસ્તાવના ડૉ. રમણભાઈ દ્વારા લખાઈ છે. તેમાં તેઓએ લખ્યું છે કે “શ્રી રમણીકલાલ ઝ. શાહ' મારા વેવાઈ છે એના કરતા મારા મિત્ર વિશેષ છે.' ડૉ. રમણભાઈ અમારા સ્નેહાળ મિત્ર બની ગયા હતાં.
ડૉ. રમણભાઈ ઉદાત્ત, જ્ઞાનસભર લેખનકાર્યમાં સતત વ્યસ્ત રહેવામાં તેઓ આંતરિક આનંદ અનુભવતા. મુલુંડમાં જ્યારે પણ મળવા જવાનું થતું ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org