________________
શુત ઉપાસક રમણભાઈ
કોઈ ને કોઈ મહાન ગ્રંથના લખાણમાં રસ તરબોળ જણાતા. તેઓનું જીવન હંમેશ ધ્યેયનિષ્ઠ રહ્યું. તંદુરસ્ત જીવનકાળમાં તો ૧૨૫ જેટલા નાના મોટા ગ્રંથો લખ્યા. પણ હવે કંઈક અંશે શારિરીક અસ્વસ્થતામાં પણ મનથી નક્કી કરેલ જ્ઞાન ગ્રંથોનું લેખન અધુરું રહેવું ન જોઇએ એવા વિચારે પોતાની નાદુરસ્ત તબિયત પ્રત્યે સંપૂર્ણ દુર્લક્ષ કરી લેખનકાર્ય ચાલુ જ રાખતા. બેસીને લખવું શક્ય નહોતું ત્યારે ગોઠણથી વાળીને બે પગોને ટેકે સૂતા સૂતા લખતા રહ્યા. પહેલાં તેમનો આ પ્રકારનો આગ્રહ સમજાતો નહિં. પણ હવે સમજમાં આવે છે કે તેમના જીવન દરમ્યાન ચોક્કસ કાર્યો સંપન્ન કરી લેવાની તેમને ઉતાવળ જણાતી હશે. જીન વચનમાં ભગવાન મહાવીર સ્વામી ગૌતમસ્વામીને કહે છે
સમયમ્ ગોયમ્ મા પમાઈએ” ગૌતમ સમય માત્રનો પ્રમાદ કરીશ નહિં. આ કથનને ડૉ. રમણભાઈએ પોતાના જીવનમાં ચરિતાર્થ કર્યું હતું. તેથી જ છેલ્લા વર્ષ દરમ્યાન “જ્ઞાન સાર” જેવા જ્ઞાનસભર સમૃદ્ધ ગ્રંથનું ઉદાત્ત લેખન બધી જ વિપરીત પરિસ્થિતિ વચ્ચે પણ તેમણે ટૂંક સમયમાં સંપન્ન કર્યું.
સાદું જીવન અને ઉચ્ચ વિચાર એમના જીવનમાં ચરિતાર્થ થયેલ આપણે જોઈ શકીએ છીએ. એમના મુખે અમે ક્યારેય કોઈ બાબતમાં ફરિયાદ સાંભળી નથી. શારિરીક કષ્ટ બાબત પણ તેમણે ક્યારેય ફરિયાદ વ્યક્ત કરી નથી. અમે તેમને મળવા જતાં ત્યારે બોલી શકતા ન હોય તો પણ લાંબો સમય આનંદથી વાતો કરે. સરસ જીવન જીવ્યાનો સંતોષ વ્યક્ત કરે. સૌ. શૈલજાએ કરેલી સેવાની પ્રશંસા કરે. હાઈવે પર વિકસેલા વિવિધ તીર્થક્ષેત્રો અને તે ક્ષેત્રોના વિકાસની પ્રેરણા કરનાર ગુરૂભગવંતોની વાતો કરે. ત્યારે થતું કે આવી શારીરિક પરિસ્થિતિમાં આપણને મળવા આવનાર સાથે ભાગ્યે જ આપણે આટલી રસપૂર્વક વાતો કરી શકીએ.
અંતમાં ડો. રમણભાઈ શાહે પોતાના સુકૃત જીવનમાં તેમણે સંશોધનાત્મક વૃત્તિથી આધ્યાત્મિક ક્ષેત્રે ઉત્તમ સાધના કરી તેનાં આવિષ્કાર દ્વારા આપણા સર્વના પારમાર્થિક લાભાર્થે જ્ઞાનની પ્રભાવના કરી, જે ચિરસ્મરણિય રહેશે. विद्यानाम नरस्य रुपम् अधिकम् प्रच्छन्न गुप्तम् धनम् विद्या भोमकरी यसः सुखकरी, विद्या गुरुणाम् गुरु ।।
ડૉ. રમણભાઈ શાહે પણ શ્રેષ્ઠ વિદ્યા પ્રાપ્ત કરી અને તેમની વિદ્યાના સુમસાર દ્વારા પૂ. રાકેશભાઈ જેવા મહાન ગુરુના પણ માર્ગદર્શક થઈ ગયા. ડૉ. રમણભાઈ ચી. શાહને અમારા કુટુંબની સન્માનપૂર્વક ભાવભરી શ્રદ્ધાંજલિ.
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org