________________
શ્રુત ઉપાસક રમણભાઈ
२६७
અમારા વિરલ વેવાઈ
I ઊર્મિલા નગીનદાસ શેઠ ૨૪ ઑક્ટોબર, ૨૦૦૫ના પરોઢના બ્રાહ્મ મુહુર્ત મુલુંડમાં વોકાર્ડ હૉસ્પિટલમાં ડૉ. શ્રી રમણભાઈ ચી. શાહ અંતિમ શ્વાસ લઈ સમાધિમય મંગલ મૃત્યુને પામ્યા. એક મહાન જીવનની સમાપ્તિ થઈ. જૈન શાસનના એક પનોતા પુત્રનો જીવનદીપ બુઝાઈ ગયો.
૧૭ જાન્યુ. ૧૯૮૮ના ડૉ. શ્રી રમણભાઈ અને પ્રો. શ્રીમતી તારાબેન અમારા સંબંધી થયા. તેમના સુપુત્ર ચિ. અમિતાભ સાથે અમારી પુત્રી ચિ. સુરભિનું સગપણ થયું. ૨૧મી જાન્યુ.ના લગ્ન થયા. ફક્ત ચાર જ દિવસમાં પ્રસંગ કરવાનો હતો છતાં અમારા મનમાં કોઈ ભાર નહોતો. તેઓનો ખાસ આગ્રહ હતો કે લગ્ન એકદમ સાદાઇથી અને કોઇપણ જાતના ઠાઠમાઠ વગર કરવા છે. સામાજિક રીત-રિવાજ એટલે કે પહેરામણી વગેરે કંઈ જ કરવાનું નથી. બંનેના સગા-સ્નેહી મળી ૪૦૦ થી વધારેને આમંત્રણ આપવાનું નહીં. લગ્ન પ્રસંગ બપોરના એકથી પાંચની અંદર જેન વિધિથી ઉજવાયો. જમણવાર નહીં કરાવવા માટે તેઓએ આ સમય પસંદ કર્યો હતો. આમંત્રીત સ્વજનો અને સ્નેહીઓને થયું વિચારો તો ઘણાના ઉચ્ચ હોય છે પણ અમલમાં કોઇક જ મૂકે છે. અમને હંમેશા વિચાર આવે છે કે કયા પુણ્યોદયે આપણને ડૉ. શ્રી રમણભાઈ અને પ્રો. શ્રીમતી તારાબેન જેવા સંબંધી મળ્યા !
ડૉ. શ્રી રમણભાઈ પાસે જ્યારે જઇએ ત્યારે હંમેશા કંઈક નવું જ સમજવાનું મળે. તેમના અગાધ જ્ઞાનનો પરિચય આપણને થાય. તેઓ હંમેશા કહેતા અને માનતા હતા કે પ્રભુ મહાવીરની વાણીમાં-વચનોમાં શ્રદ્ધા રાખવી, શંકા કરવી નહીં. તેમની સમજાવવાની રીત નિરાળી જ હતી. તેમની પ્રેરણાથી અમારે ત્યાં વહેલી સવારના ઊઠી વાંચન અને ધ્યાનની શરૂઆત અમે કરી.
સાધુ જેવું સંયમી અને સાદાઇપૂર્ણ તેમનું જીવન હતું. સંસારમાં રહેવા છતાં રાગ-દ્વેષ રહિત નિર્લેપ જળ-કમળ-વત તેમનો જીવન-વ્યવહાર હતો. જેમને યોગ્ય માતા-પિતા અને ગુરૂ મળ્યા હોય તેમને જે શ્રેષ્ઠ જ્ઞાન પ્રાપ્ત થાય તેવું તેમને હતું અને ડૉ. શ્રી રમણભાઇને તો સહધર્મચારિણી પ્રો. તારાબેન મળ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org