________________
૨૬૮
શ્રુત ઉપાસક રમણભાઈ જાણે સોનામાં સુગંધ મળી. આવું સદ્ભાગ્ય બહુ ઓછાને મળતું હોય છે. ડૉ. શ્રી રમણભાઈ વિરલ હતા.
વિદ્વતાની સાથે સાથે ખૂબ જ રમૂજી તેમનો સ્વભાવ હતો. તેનું એક ઉદાહરણ આપું. અમો તેમના ઘરે મળવા ગયા હતા. અમારી સાથે અમારા નાના પૌત્ર-પૌત્રી હતા. એક નાની બાટલીનું ઢાંકણું બાળકોથી ક્યાંક પડી ગયું તે મળ્યું નહીં. થોડા દિવસ પછી અમારા પૌત્રના નામે ડૉ. શ્રી રમણભાઈનો પત્ર આવ્યો કે તમારી નાની બાટલીનું ઢાંકણું મળી ગયું છે તે આ પત્ર સાથે મોકલાવું છું પણ બાળકો તમે ધ્યાન રાખજો કે હવે બાટલી ભલે ખોવાઈ જાય પણ આ ઢાંકણું ખોવાવું જોઇએ નહીં.” બાળકો સાથે બાળક જેવા થઈ જવાની કલા બહુ ઓછામાં હોય છે. બાળકોને શાળામાં મૂકતા પહેલાં એકડો લખવાનું શુકન અમે તેમના શુભ હસ્તે કરાવ્યું.
તેમની સાથે વેવાઇનો સંબંધ એ તો આનંદની વાત છે જ પરંતુ તે અમારા મિત્ર પણ હતા. સાંપ્રત સહચિંતનનો ૧૪ મો ભાગ તેમણે અમને અર્પણ કર્યો તેને હું અમારું સદ્ભાગ્ય સમજું છું.
પ્રબુદ્ધ જીવન'માં લખાતા લેખ એકદમ સાદી અને સરળ ભાષામાં હોય જે દરેકને સમજાય. કોઇપણ વિષય પર તેમના લખેલા લેખ વાંચીએ ત્યારે એમ થાય કે આટલું સવિસ્તર લખાણ ક્યારે લખતા હશે?
પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાતાના વ્યાખ્યાન સાંભળવાનું આપણે ચૂકી ગયા હોઇએ પણ ડૉ. શ્રી રમણભાઈની સમીક્ષા સાંભળીએ તો આપણને વ્યાખ્યાનનો સાર સમજાય જાય તેવી તેમની વિદ્વતાભરી વાણી હવે ક્યારેય સાંભળવા નહીં મળે. ડૉ. શ્રી રમણભાઈ વિરલ હતા. તેમની વિદાયથી સૌ સ્વજનો, સગા, સ્નેહીઓ અને જૈન સમાજને કદીય ન પુરાય તેવી ખોટ પડી છે.
આ જ ઘણી મોટી ક્ષતિ નિત્ય અભ્યાસ, ચિંતન – મનન અને લેખન, વસ્તૃત્વ થકી તેમણે જૈનજગત અને વિદ્યાજગતને સતત માર્ગદર્શન પૂરું પાડયું. સાહિત્ય અને તત્ત્વજ્ઞાન ક્ષેત્રે એકનિષ્ઠ આરાધક એવા મુ. શ્રી રમણભાઈના દેહાવસાનથી સમગ્ર વિદ્યાજગતને અને જૈન સમાજને બહુ મોટી ક્ષતિ પહોંચી છે.
શુભકરણ સુરાણા, અમદાવાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org