________________
શ્રુત ઉપાસક રમણભાઈ
મહામના ડૉ. રમણભાઈ ચી. શાહ
ઈ નગીન જી. શાહ
ડૉ. રમણભાઈ ચી. શાહ એટલે અનેક સદ્ગુણોનો સમવાય. તે હતા અનેકવિધ વિપુલ સાહિત્યના સર્જક, પારગામી વિદ્વાન, સમર્થ પ્રાધ્યાપક, શિષ્યવત્સલ ગુરુ, સંશોધકોના પ્રોત્સાહક માર્ગદર્શક, સમદર્શી તંત્રી, અધ્યાત્મપ્રેમી ચિન્તક, આચારશુદ્ધિના આરાધક, સદ્ધર્મપરાયણ ઉપાસક, સંતજનોના ગુણાનુરાગી ભક્ત, પર્યુષણ વ્યાખ્યાનમાળા સાથે માનવસેવા કર્મને જોડીને જ્ઞાનકર્મસમુચ્ચયના સાધનાર પ્રાજ્ઞ યોજક, અનેકવિધ પ્રવૃત્તિઓના પ્રેરક-યોજક અને સર્વ પરિચિતોના આત્મીય. સામાન્ય રીતે પંડિતોને દોષદર્શી સમજવામાં આવે છે. પરંતુ શ્રી રમણભાઈ પંડિત હોવા છતાં દોષદર્શી હતા જ નહિ. તે કેવળ ગુણદર્શી જ હતા. તેમની દૃષ્ટિ રચનાત્મક હતી, ખંડનાત્મક નહિ. તેમને કોઈની ટીકા કરવી કે સાંભળવી બિલકુલ પસંદ ન હતી. તે નિર્વેર હતા. તે સ્થિતપ્રજ્ઞ હતા. તે ઉદારચેતા, સત્ત્વશીલ ૠષિતુલ્ય પુણ્યપુરુષ હતા. તેમણે માનવતાનો મહિમા કર્યો છે. જે તેમના સંપર્કમાં આવ્યા તે સૌના હૃદયમાં તે વસી ગયા છે. તે સુજનતા અને સ્નેહભાવથી છલોછલ ભરેલા હતા. કોઈનું પણ સુકાર્ય તેમની નજરે ચડે તો તેને તે અવશ્ય બિરદાવતા.
૨૬૯
હું શ્રી મહાવીર જૈન વિદ્યાલયનો વિદ્યાર્થી અને તે પણ. અમારા સ૨નો વિષય પણ પ્રધાનતઃ સમાન, જ્યારે મુનિશ્રી ન્યાયવિજયજી લિખિત ગુજરાતી ‘જૈન દર્શન’નો મારો અંગ્રેજી અનુવાદ “Jaina Philosophy And Religion” મોતીલાલ બનારસીદાસે પ્રકાશિત કર્યો ત્યારે અમદાવાદમાં મારા ઘરે મને અભિનંદન આપવા આવ્યા હતા. વળી, જ્યારે મારું સંપાદન “Jaina Theory of Multiple Facets of Reality and Truth” તે જ પ્રકાશકે પ્રગટ કર્યું ત્યારે પણ તેમણે પોતાની પ્રસન્નતા પત્ર દ્વારા પ્રગટ કરી હતી.
તેમનો પુણ્યાત્મા ઉન્નતિ કરતો રહે અને તેમનો અક્ષરદેહ સૌને પ્રેરણા આપતો રહે એ જ પ્રાર્થના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org