________________
૨ હo
શ્રુત ઉપાસક રમણભાઈ
સેવામૂર્તિ... ડૉ. રમણભાઈ
| ડૉ. રમણીકલાલ દોશી આપણા સહુના વડીલ આદરણીય શ્રી રમણભાઈ શાહ આપણા સહુ વચ્ચેથી કાયમી દૂર થયા તેનું દુઃખ કુટુંબમાં તારાબહેન તથા કુટુંબને હોય પણ આપણી સંસ્થાઓ અને અમારા જેવી નાની ૪૦ સંસ્થાઓને માટે પણ દુઃખદ પ્રસંગ બની ગયો.
અમારી સંસ્થા અને હૉસ્પિટલ જોડે સંબંધ ૨૦ વર્ષ ઉપર રમણભાઈ સાથે રહ્યો.
પ્રથમ પ્રસંગ : તેઓ કપડવંજ સાતરસુખાથી પાછા વળતાં અને ચખોદરા આવવા ખાસ આમંત્રણ સ્વીકાર્યું તે પણ ખાસ તકલીફ અને સમય કાઢીને આવ્યા. ત્યારબાદ તેમના વાલકેશ્વરના નિવાસસ્થાને ફરી મળવા જવાનું થયું. તેઓ મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના વડા અને હું તો નાના દવાખાનાનો ડોક્ટર પણ, મને મળવા બોલાવ્યો. મારી સાદી, સરળ અને નિખાલસ વાત સાંભળી તુરત સંમતિ આપી અને અંધરાહત-નેત્રયજ્ઞમાં ગુજરાતમાં સહયોગ અપાવ્યો. તે સમયનો તેમનો સહયોગ આવ્યો. કેટલી ઉદાર ભાવના, વૃત્તિ અને કાર્યદક્ષતા.
નેત્રયજ્ઞ પ્રસંગે દરેક જગ્યાએ સહકાર્યકર્તાની કાર્યદક્ષ ટૂકડી લઈ ખૂબ અંગત અગવડ વેઠીઆવતા જ રહ્યા. પછી આદિવાસી વિસ્તારોનાં દાહોદ નર્મદા કાંઠે-કે સુરત-વ્યારા, વેડછા પણ અચૂક આવ્યા. આવા કાર્યમાં હૃદયના ભાવ સાથે મુંબઈના સદ્ભાવપ્રેમી અનેક કુટુંબને દરીદ્રદર્શન કરાવવા આગ્રહપૂર્વક લાવે. રહેવાની, જમવાની અગવડ હોય પણ આનંદ સાથે નભાવતા આ આપણા રમણભાઈ ઉદાર વૃત્તિ રાખતા.
મને તેમનામાં ગાંધીવિચારનું દર્શન થતું. શહેરી લોકોને ગામડાના દુઃખો જાણવા મળે, દુઃખ નજરે જુએ ને દુઃખ દૂર કરવા સહાયરૂપ થાય તેવી ભાવના તેઓ સેવતા. દેશ પરદેશમાં જૈન ધર્મનો ફેલાવો થાય. લોકો તે વિશે વાંચે, વિચારે, સમજે, જીવનમાં ઉતારે તે માટે પ્રયત્નશીલ રહેતા. ચારે બાજુ શાંતિ પ્રસરે તેવો ભાવ સેવતા.
૭૫ વર્ષથી ચાલતી યુવક સંઘ સંચાલિત વ્યાખ્યાનમાળા જૈન-જૈનેતર વિદ્વાનો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org