________________
ચુત ઉપાસક રમણભાઈ
૨૭૧
સાધુ-સંતો, ઉચ્ચ શ્રેણિના વ્યાખ્યાતાઓ સહર્ષ આવતા. રમણભાઈ પ્રત્યે આદરને કારણે સૌ કોઈ આમંત્રણ પ્રેમથી સ્વીકારતા.
તા. ૨૩ ઓક્ટોબરે તેમના સ્વર્ગવાસના આગલા દિવસે હોસ્પિટલમાં તેમને મળ્યો. તેમણે કહ્યું, “મારે હવે લખવાનું પુરું કરવું છું. જૈન ધર્મ વિશે લખાણ તેમને અતિપ્રિય હતું. છેલ્લે પથારીમાં સૂતાં સૂતાં પણ તેમણે લખ્યું. આવા વિનમ્ર, પુરુષાર્થી, વિદ્વાન કાયમ માટે આપણને છોડી ગયા.
સર્વ પર સદ્દભાવ રાખી પોતાના પૂજા-નીતિનિયમ બધે સાચવીને જ જીવ્યા અને સંઘ, સમાજને સંસ્થાને દોરવણી આપતા રહ્યા. દુખીજનોના ઉત્કર્ષ કરવાનું સમાજના સુખીજનો ભૂલી ન જાય માટે સજાગ રહ્યા.
સહ કાર્યકર્તા સાથે પ્રેમ-આદરભાવ, નાના-મોટા એક છે તે જીવન સામે રાખી કરી દેખાડ્યું. * આવા પંડિત ધર્મપ્રેમી કોઇની બહુ સેવા લીધા વિના જ કાયમ માટે પોઢી ગયા. એક દિવસ અગાઉ તેમને ખાસ મળવાનું હોસ્પિટલમાં થયું ત્યારે સમભાવપૂર્વક તેમણે પ્રસન્નતા વ્યક્ત કરી. શાંતિથી મેં કરેલા માંગલિકને સાંભળ્યું.
આવા ઉચ્ચ આત્માને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ. કોટિ કોટિ નમસ્કાર કરીને સંસ્થા, સમાજ અને પરિવારને નવી શક્તિ, બુદ્ધિ, પ્રેરણા સદા તેમના જીવનમાંથી મળે તે જ ભાવના અને પ્રાર્થના.
ૐ શાંતિ શાંતિ
સાહિત્યસેવા - શાસન સેવા અને સમાજસેવાના સાધક પૂજ્યશ્રીના બહુઆયામી વ્યક્તિત્ત્વને શબ્દોમાં કંડારી શકાય તેમ નથી, છતાં થોડાં શબ્દોમાં કહું તો પૂજ્યશ્રી સાહિત્યસેવા - શાસન સેવા અને સમાજસેવાના સાધક વિદ્વાન - વિદ્યાર્થી, સંસારી-સાધુ અને અર્વાચીન ઋષિ હતા. સમતા-રૂપી પાસપોર્ટની પાંખે શરૂ થયેલ પૂજ્યશ્રીનો પ્રવાસ મોક્ષનગરે જ પૂરો થશે તેવી શ્રધ્ધા સહ.....
ડૉ. દિનેશ પરીખ (મે. ટ્રસ્ટી) શ્રી આત્મવલ્લભ હોસ્પિટલ, ઈડર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org