________________
૨૭૨
ચુત ઉપાસક રમણભાઈ
મારા, ગુરુ, મિત્ર અને માર્ગદર્શક
D ડૉ. શેખરચંદ્ર જૈન સ્વ. ડૉ. રમણભાઈનું નામ સ્મરણ કરતાં જ ૩૪ વર્ષ જૂનો કાલખંડ વર્તમાન બનીને ઉભરી આવે છે. લગભગ ૧૯૭૩-૭૪ની વાત હશે, તે વખતે હું ભાવનગરની કોલેજમાં પ્રાધ્યાપક અને શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં માનદ્ ગૃહપતિ હતો. તેઓ વિદ્યાલય સાથે સક્રિય રીતે સંકળાયેલા હતા. એક વખત તેઓ ભાવનગર પધાર્યા, વિદ્યાલયમાં રહ્યા અને મારો પરિચય થયો. મને પણ લખવા-વાંચવાનો શોખ અને તેઓ તો હતા મોટા સાક્ષર. તેઓએ મારા લેખનકાર્યમાં વધારે રૂચિ બતાવી. પહેલી જ મુલાકાતમાં મારા ઉપર એવી છાપ પડી કે તેઓ અતિ નિખાલસ, સરળ પ્રકૃતિના અને વિદ્યાવ્યાસંગી છે. તેઓએ મારી પ્રકાશિત એક-બે કૃતિઓ જોઈ અને મને સલાહ આપી કે હું જૈન સાહિત્યમાં વધુ ને વધુ અભ્યાસ કરી લેખનકાર્ય કર્યું. અને તેઓએ મને ૧૯૭૪માં મુંબઈ યુવક સંઘ દ્વારા ચાલતી પ્રવચન માળામાં વક્તા તરીકે આમંત્રિત કર્યો. યુવક સંઘની આ વ્યાખ્યાનમાળા એટલે ભારતમાં સર્વાધિક પ્રસિદ્ધ અને જ્ઞાનગંગાને પ્રવાહિત કરનાર વ્યાખ્યાનમાળા તરીકે પંકાયેલી હતી. આ વ્યાખ્યાનમાળામાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાના વિદ્વાનો આમંત્રિત થતા. આવી વિશાળ અને મહત્વપૂર્ણ વ્યાખ્યાનમાળામાં મને આમંત્રણ મળતા અપાર આનંદ થયો અને હું પણ લગભગ એક મહિના સુધી મારું વક્તવ્ય તૈયાર કરી, ટેપમાં સાંભળી, સમય વગેરેનું ધ્યાન રાખી તેયાર થઈને ગયો. પહેલી વખત આટલા મોટા સાક્ષર મંચ ઉપર પ્રબુદ્ધ શ્રોતાઓની વચ્ચે બો લેવાનો પ્રથમ અવસર હતો. થોડીક મૂંઝવણ હતી, પણ શ્રી રમણભાઈ શાહે પરિચય આપતી વખતે એવી રીતે પ્રસ્તુત કર્યા કે કોઈ સંકોચ રહ્યો નહીં અને પ્રથમ વ્યાખ્યાન જ ખૂબ જ સારી રીતે વખાણાયું. આનંદ તો એ વાતનો હતો કે જે વ્યાખ્યાનમાળામાં કોઈ વક્તાને સળંગ એક-બે વખતથી વધુ બોલાવતા નથી કે બોલાવવાની સંભાવના રહેતી નથી તેમાં મને સળંગ ૭-૮ વર્ષ સુધી તેઓ એ આમંત્રિત કર્યો. વાસ્તવમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org