________________
૨૫૬
શ્વત ઉપાસક રમણભાઈ
વાત્સલ્યમૂર્તિ પ્રબુદ્ધ આત્મા
| ડૉ. ગૌતમ પટેલ માનનીય શ્રી રમણભાઈનો પ્રથમ પરિચય એક પત્રથી થયો. મુંબઇમાં જૈન યુવક સંઘ તરફથી ચોપાટી ઉપર યોજાતી એકમાત્ર પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વર્ષો પહેલાં આમંત્રણ આપતો એ પત્ર હતો, પત્ર સાદો જ હતો પણ એમાં જે સ્નેહ અને વાત્સલ્ય નીતરતું હતું એ શબ્દબદ્ધ કરી શકાય તેમ નથી.
એ જ વર્ષે મુંબઈમાં રંગમંચ ઉપર પહેલવહેલું એમનું દર્શન થયું. પછી તો અનેકવાર તેમને મળવાનું થયું. એમના “રેખા', વાલકેશ્વરના ઘરમાં જઈ ચા-નાસ્તો પણ કર્યાનું યાદ છે. તેઓએ ‘પાસપોર્ટની પાંખે' લખેલું અને મારે અને મારી પત્નીને સર્વપ્રથમ અમેરિકા જવાનું થયું ત્યારે એ પુસ્તક અમે એકથી વધુવાર વાંચી ગયા હતા. વિદેશયાત્રાની એ અભૂતપૂર્વ માર્ગદર્શિકા સમું છે.
અમારો પરિચય પ્રથમ પ્રવચન આપ્યું ત્યારથી વધ્યો. એકથી વધુ વાર પર્યુષણ વ્યાખ્યાનમાળામાં તેઓએ મને નિમંત્રણો આપ્યા અને ત્યાંના જેન તેમ જ જૈનેતર સમાજમાં અને પ્રતિષ્ઠા અપાવી. મારા આમંત્રણને માન આપી નાદુરસ્ત તબિયત હોવા છતાં તેઓ સંસ્કૃત સાહિત્ય અકાદમીના કાર્યક્રમમાં અમદાવાદ પણ પધાર્યા હતા.
એમની લેખન શૈલી અભ્યાસપૂર્ણ અને પ્રભાવક. એ જે વિષયને સ્પર્શે તેનો તલસ્પર્શી અભ્યાસ કરે અને સંક્ષિપ્તમાં સારગર્ભિત રીતે તેને રજૂ કરે. એમના સાંપ્રત-સહચિંતનના દરેક ભાગ મને શ્રી રાજેન્દ્રભાઈ ધીયા જાતે આવીને પહોંચાડે. આ ઉપરાંત અધ્યાત્મસાર સંપૂર્ણ', “વીર પ્રભુનાં વચનો' વગેરે મેળવવા પણ હું ભાગ્યશાળી બન્યો છું.
શ્રી રમણભાઈનું સમગ્ર જીવન સાહિત્ય સેવામાં વ્યતીત થયું છે. એક બાજુ સફળ અધ્યાપક રહ્યા. બીજી બાજુ સેવાનિવૃત્ત થયા પછી તો એ સવિશેષ પ્રવૃત્ત થયા. તેમનું ક્ષેત્ર વિદ્યાર્થી મટીને વિશ્વ બન્યું. તેમને કેવળ જેનધર્મ અને તત્ત્વજ્ઞાનના લેખક કહેવું એ એમની સર્વતોમુખી સાહિત્યિક પ્રવૃત્તિને અવગણવા જેવું છે. ગુજરાતી સાહિત્યના સર્જક અને વિવેચક તરીકે તેમનું પ્રદાન ઓછું નથી. બીજી બાજુ સંશોધન અને સંપાદન ક્ષેત્રે પણ અનેક કૃતિઓ તેઓએ આપી છે, તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org