________________
શ્રુત ઉપાસક રમણભાઈ
નિસ્પૃહી વિદ્વાન...ડૉ. રમણભાઈ શાહ
ઘ ડૉ. બિપીન દોશી
મુંબઈ યુનિવર્સિટીના તત્ત્વજ્ઞાન વિભાગમાં ‘જૈનોલોજી'નો કોર્સ શરૂ કરવાનું તથા ‘ચે૨’ સ્થાપવાનું કાર્ય ખૂબ જ વિકટ હતું. આ કાર્યમાં યુનિવર્સિટી સાથે કામ કરવાનું અને યુનિવર્સિટીની અનેક આંટીઘૂંટી ન સમજાય તેવી હોય. આ ઉપરાંત દરેક યુનિવર્સિટીને તેનું ખાસ `Culture' હોય. આ માટે વિશ્વના તમામ જૈન સમાજનું પ્રતિનિધિત્વ કરવાનું હોય અને યુનિવર્સિટીમાં આ અભ્યાસક્રમ દાખલ કરવાની જે તક મળી તેનો વ્યવસ્થિત ઉપયોગ કરવાનો હોય ત્યારે અનેક પ્રશ્નો ઊભા થાય. આ માટે સલાહ-સૂચન અને વ્યવહારિક માર્ગદર્શનની જરૂર પડે. આ માર્ગદર્શન માટે વારંવાર ડૉ. રમણભાઇને મળવાનું થયું. તેમનો સ૨ળ સ્વભાવ, નિખાલસ મંતવ્ય અને જૈન-ધર્મના સિદ્ધાંતોની રક્ષા માટેની અદમ્ય ઈચ્છા મને સ્પર્શ કરી ગઈ. જૈન દર્શન તથા સાહિત્યનો અમૂલ્ય ભંડાર એમના દિમાગમાં હતો અને આચરણની ચોકસાઈ દિલમાં હતી.
જ્યારે મેં તેઓનું નામ `Advisory Committee' માં સૂચવ્યું ત્યારે ખૂબ જ નમ્ર પણે કહ્યું કે આ કાર્યમાં હું સલાહકાર નથી પણ પ્રભુ મહાવીરની વાત વિશ્વમાં પ્રચાર-પ્રસાર પામે તે માટેનો એક સામાન્ય શ્રાવક છું. કોઈ પણ જાતના માન-સન્માનથી પર મુરબ્બી શ્રી રમણભાઈમાં મને ‘અરિહંત’ના દર્શન
થતા હતા.
૨૫૫
જૈન અગ્રણીની સમાજને ખોટ
ડૉ. રમણલાલ ચીમનલાલ શાહના સોમવાર તા. ૨૪-૧૦-૨૦૦૫ના રોજ સ્વર્ગવાસ થયાના સમાચાર વાંચ્યા જાણી ઘણું જ દુઃખ થયું છે. તેઓ સેન્ટ ઝેવિયર્સમાં લાંબા સમય સુધી પ્રાધ્યાપક રહ્યા હતા. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ તરીકે તથા પ્રબુદ્ધ જીવનમાં તંત્રી તરીકે ઘણા લાંબા સમય સુધી સેવા આપી હતી. તેઓએ પોતાની આગવી શૈલીથી ઘણા પુસ્તકોનું સર્જન કર્યું હતું. આવા જૈન અગ્રણીની ખોટ સમાજને પડી છે. સદ્ગતના આત્માને શાંતિ પ્રાર્થીએ છીએ.
Jain Education International
I સરિતા મહેતા
સેક્રેટરી, શ્રી વ. સ્થા.જૈન શ્રાવક સંઘ
For Private & Personal Use Only
www.jainelibrary.org