________________
૨૫૪
શ્રત ઉપાસક રમણભાઈ
અંગ્રેજી ભાષામાં “જિનવચન' જેવા ગ્રંથો ઉપલબ્ધ છે. જીવનચરિત્ર લખવાની તેઓની કલમ પર સાહિત્યરસિકજનો વારી જાય છે. પ્રબુદ્ધ જીવનને પ્રબુદ્ધ રીતે પ્રકાશિત કરીને જેનદર્શનની સીમાને અસીમતા સુધી લઈ જનાર શ્રી રમણભાઈ હતા. ધર્મ તત્વજ્ઞાનમાં અંતરંગ રુચિ પમાય, પ્રવાસ ગ્રંથોમાં પ્રકૃતિપ્રેમ, અધ્યાપન કાર્યમાં આદર્શ અધ્યાપક અથવા આદર્શ શિક્ષક, સ્વજન પરિવારમાં ધબકતું પિતૃવાત્સલ્ય, પ્રા. તારાબહેન સાથે પ્રેમઔદાર્ય, જરૂરતમંદ સંસ્થાઓ સાથે કાર્યભાવ, મિત્રાચારીમાં સાચુકલો મિત્રભાવ, માતા-પિતા સાથે કર્તવ્યનિષ્ઠ પુત્ર, જ્ઞાની સપુરુષો અને સાધુ ભગવન્તો સાથે આર્જવભાવમયતા ઊડીને આંખે વળગે તેવા છે. સાહિત્યના કોપીરાઈટ છોડીને તે ક્ષેત્રના ઊંચા ગજાના માનવી તરીકે શ્રી રમણભાઈની સર્જક પ્રતિભા જુદી તરી આવે છે.
શ્રી રમણભાઈ સાહિત્યજગતના દેવર્ષિ, રાજર્ષિ, મહર્ષિ કરતાં બ્રહ્મર્ષિ હતા. બ્રહ્મ સ્વરૂપી આત્મતત્ત્વના ગાયક, બ્રહ્મ તેજના પારખું, સદા જાગૃત, આત્મભાવમાં જીવનાર. જ્ઞાનયજ્ઞના યજમાન, આત્મતત્ત્વ ઉપાસક, આત્મ ઉજાગરમાં જીવનાર, આત્મતજજ્ઞ સમા આત્મસાક્ષર શ્રી રમણભાઈ ૨૪ ઓક્ટોબર ૨૦૦૫ના રાત્રિના ૩-૫૦ મિનિટે બ્રહ્મમુહૂર્ત આ દેહનો ત્યાગ કરી-સમ્યક માર્ગે સુગતિને પામ્યાં. આવા બ્રહ્મર્ષિ શ્રી રમણભાઈ ચી. શાહને નમસ્કાર હો.
બહુમુખી પ્રતિભાવાન પત્રકાર ગુજરાતી અને જૈન સાહિત્યના વિદ્વાન, શિક્ષક, લેખક અને તત્ત્વચિંતક ડૉ. રમણલાલ ચીમનલાલ શાહે “પ્રબુદ્ધ જીવન'ના તંત્રી તરીકે પત્રકારત્વની પોતાની આગવી શૈલીના દર્શન કરાવ્યા.
ડૉ. શાહની ચિર વિદાય વિશિષ્ટ પત્રકારત્વ જગતને મોટી ખોટ છે. મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘ એક બહુમુખી પ્રતિભાવાન પત્રકારના નિધનથી શોક સંતપ્ત છે.
કેસરસિંહ ખોના પ્રમુખ, મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘ વતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org