________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૨૫૩
કાર્ય કરે. પૂ. બાપુજી કહે પણ ખરા કે ‘તમે તમારા બીજા કાર્યો અહીં કરી શકો’. જો બીજા કાર્યો આશ્રમમાં કરે તો રમણભાઈ શાના ! જે કાર્ય હાથમાં લે તે પૂર્ણ કર્યા પછી જ બીજું કાર્ય હાથ પર લે તેવી આદર્શસંહિતા તેઓની હતી. કાર્યની ચોકસાઈ પૂરેપૂરી રાખે પછી તે ક્ષેત્ર અધ્યાપકનું હોય, કે લેખનકાર્ય હોય, સમાજનું હોય કે પછી ગૃહકાર્યને લગતું હોય. તે બધામાં પ્રો. તારાબહેનનો સાથ તો હોય જ. ન્યાય, નીતિ અને પ્રામાણિકતાસભર જીવનથી તેઓએ અનેકને બોધ આપ્યો છે. વાણી કરતાં જીવન જીવવાથી જે બોધ મળે છે તે ચિરંજીવી બની રહે છે. દૃઢ નિશ્ચયધારી શ્રી રમણભાઈને આદર્શ અને ધર્મના સુસંસ્કાર માતાપિતા પાસેથી મળ્યા હતા. જેમ ધાર્મિક અભ્યાસ થતો ગયો તેમ તેઓના જીવનમાં વૈરાગ્યપૂર્ણ પરિવર્તન આવતું ગયું. ધર્મ પરિણમે તે ધાર્મિક જ્ઞાનની શુષ્કતા અનેકમાં જોવા મળે, જ્યારે શ્રી રમણભાઈમાં ધર્મ પરિણમતો દેખાય-આવી અસ્મિતાની ઝળહળતી જ્યોત સમા તેઓને નજીકથી નિહાળવા સદ્ભાગ્ય છે.
તત્ત્વજ્ઞાનની સરળતમ સ્પષ્ટતા સાથે વિચારની તીખાશ તો તેઓના સર્જનમાં હોય જ. તીખાશ અર્થાત્ સત્યનું પ્રાગટ્ય. જેનું નિરૂપણ મધુર ભાષાથી થતું હતું. પર્યુંષણ વ્યાખ્યાનમાળામાં જૈનદર્શનના ભિન્નભિન્ન વિષયો પર પ્રવચન આપતાં હોય ત્યારે જૈનદર્શનના તલસ્પર્શી વિચારો સ્પષ્ટતાથી કહે અને અન્ય તેને વિચારના તળ ૫૨ સ્વીકારે. જૈનદર્શનની અનેકાન્ત, અપરિગ્રહ, અહિંસાની સૂક્ષ્મ વિચારણાને વિશાળ પરિષદ સમક્ષ રજૂ કરે ત્યારે શ્રોતા વાણીમાં ગૂંચવાઈ ન જતાં સરળતાથી તત્ત્વને સમજી સહૃદયતાને અનુભવે. અતિમતિમાનને સમજવું દુર્ગમ્ય જિનપ્રવચન શ્રી રમણભાઈ વિષયમાં ઓળઘોળ થઈને સમજાવતા હોય તેના શ્રોતા બનવું તે પણ લહાવો ગણાય.
સાચા હીરાને જેમ પહેલ પાડીએ તેમ તેની કિંમત અને સૌંદર્ય તથા પ્રકાશ વધતો જાય તેવી રીતે શ્રી રમણભાઈના દરેક પાસાને લક્ષગત કરતાં તેઓનું સાહિત્ય સૌંદર્ય અને મનુષ્યત્વ વધતું જાય છે. પ્રવાસસાહિત્ય વાંચતા જાણે આપણે પ્રવાસી હોય એવું લાગે, પાસપોર્ટની પાંખે ના ત્રણભાગ, ન્યૂઝીલેન્ડ, ઉત્તર ધ્રુવની શોધસફર વગેરે અવિસ્મરણીય પ્રવાસ ગ્રંથો છે. નિબંધોમાં તેઓ ફળ્યા છે. જિનતત્વ (૧થી ૮ ભાગ), વંદનીય હૃદયસ્પર્શ (૧થી ૪ ભાગ), સાંપ્રત સહચિંતન (૧થી ૧૫ ભાગ), પ્રભાવક સ્થવિરો (૧થી ૬ ભાગ), સંશોધન સંપાદન અને અનુવાદ ગ્રન્થો. ‘જૈન ધર્મ - ગુજરાતી, હિન્દી, મરાઠી આવૃત્તિઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org