________________
૨૫ ૨
શ્રુત ઉપાસક રમણભાઈ
તેના તલસ્પર્શી અધ્યયનનો તેઓના જીવનનો આનંદ હતો. લખાયા પછી આનંદોત્સવ ઉજવાય, આનંદનો ઉન્મેશ પમાય તેવું સર્જન, સર્જકનું બ્રહ્માનંઃ સરોવર: બને છે. “અધ્યાત્મસાર'ના ભાવાર્થમાં ધાર્મિક વિશાળતા, મહાગ્રહથી મુક્તિ, ઉપાધ્યાયજીના હૃદયને આલેખતી પારદર્શિતા ભરી છે. સરળ, સુગમ, સુલભ દષ્ટાન્નોથી સમજૂતી આપીને સાધારણ વ્યક્તિ પણ તત્વના નિચોડને સમજી શકે તેવી ગુજરાતી ભાષાની સિદ્ધહસ્ત કલમ તેમની પાસે હતી. “શ્રી રાજ-સોભાગ આશ્રમ'થી પ્રકાશિત “અધ્યાત્મસાર' ભાવાર્થ ગ્રંથ સહુને માર્ગદર્શક રૂપ બન્યો છે. સાધુ ભગવન્તો પણ સંદર્ભ ગ્રંથ તરીકે સ્વીકારે છે.
અધ્યાત્મસારની કાર્ય સમાપ્તિ પછી “જ્ઞાનસાર' ગ્રંથનો ભાવાર્થ સહ અનુવાદ થાય તેવી સહુની ભાવના હતી. પ્રૌઢ પ્રજ્ઞાના પૂજારી શ્રી રમણભાઈએ સ્વીકૃતિ આપી. “જ્ઞાનસાર'ના લેખનકાર્યનો પ્રારંભ થયો. બત્રીસ અષ્ટક સાથેના જ્ઞાનસારમાં સંસ્કૃત શબ્દોના ગુજરાતી ભાષામાં અર્થ પણ લખાયા. શરીરની અવસ્થા વધતી જતી હતી પણ જ્ઞાનની ઉપાસનાના ઉપાસક શ્રી રમણભાઈ કાર્યની પૂર્ણતા પ્રતિ હરણફાળે આગળ વધ્યા. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજજીના હૃદયને સંતૃપ્તિ થાય તેવો ભાવાર્થ આ ગ્રંથમાં ગુંજાયો છે. “શ્રી રાજ-સોભાગ આશ્રમના પ્રાંગણમાં જનસમૂહમાં આ ગ્રંથનું વિમોચન થયું ત્યારે શ્રી રમણભાઈનું સ્વાથ્ય સુખદ ન હતું. અન્યના સહારે ચાલવું પડતું, શરીર તેનો ધર્મ બજાવતું, શ્રી રમણભાઈ તેનો સ્વધર્મ બજાવતા, વિમોચન સમયે તેઓએ પોતાના વક્તવ્યમાં કહ્યું – “એક સમયે માઈલોના માઈલો સુધી ફિલ્ડમાર્ચ કરતો હતો. આજે થોડું ચાલવું હોય તો પણ મુશ્કેલી પડે છે.” શ્રી રમણભાઈએ કહ્યું “વિશ્વના સૌથી ઊંચા શિખર એવરેસ્ટ પર આરોહણ કરનાર શેરપા તેનસીંગને એની પાછળની અવસ્થામાં ઘરનો ઊંમરો ઓળંગતા એવરેસ્ટ આરોહણ કરતાં પણ વધુ શ્રમ લાગતો” શારીરિક અશક્ત સ્થિતિને સુગમતાથી સ્વીકારતા, એવી સહજતા અનેકોએ શ્રી રમણભાઈમાં જોઈ છે. ગમે તેવા ઉદયભાવ ને હળવાશથી તેઓ લઈ શકતા હતા.
આદર્શની અસ્મિતાના પ્રહરી શ્રી રમણભાઈ ચાલશે, ફાવશે, ગમશે, ભાવશેની ચતુસ્ત્રીને વરેલા હતા. ક્યારેય કોઈ ફરિયાદ હોય તેવું જીવનમાં બહુ ઓછું જોવા મળ્યું હશે. “અધ્યાત્મસાર” કે “જ્ઞાનસાર'ના લેખન માટે દસ પંદર દિવસ સાયલા આશ્રમમાં રહેવાનું બને-જે કાર્ય માટે આવ્યા હોય તે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org