________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૨ ૫૧
નવોન્મેષશાલિની પ્રજ્ઞાના ચૈતન્યjજ બ્રહ્મર્ષિ
I પ્રા. ચંદાબેન પંચાલી जयन्ति ते सुकृतिन: रससिद्धाः कविश्वराः ।
नास्ति येषां यश:काये जरामरणजं भयम् ।। ધર્મનિષ્ઠા, કર્તવ્યનિષ્ઠા, વિદ્યાનિષ્ઠા જેવી અનેક નિષ્ઠાના અલખ અલગારી શ્રી રમણભાઈ શાહ પોતાની સાહિત્યસૃષ્ટિથી રસિકજનોના હૃદયમાં ધબકતાં જ રહેશે. તેઓનો સાહિત્ય ઉદ્યાન પુષ્પસૌરભથી સદા સુરભિત જ રહેવાનો છે. સરળતા, સહજતા, વિશાળતા, તેજસ્વીતા અને પવિત્રતાના મૂર્તિમંત સ્વરૂપ પૂજ્ય રમણભાઈ શાહને શત શત વંદના કરું છું. ભારતીય સંસ્કૃતિના આદર્શ સમા દમ્પતી ડૉ. શ્રી રમણભાઈ શાહ અને પ્રો. તારાબહેન શાહને જોતાં સંસ્કૃત નાટ્યકાર શ્રી ભવભૂતિની ભાવભાષા મત સુવહુ વયો નુ સર્વસ્વાસુ વ: સ્મરાય જાય છે. વાણી-વિચાર અને વર્તનની એકરૂપતાનું દર્શન તેજસ્વી વ્યક્તિઓમાં થાય છે, જે શ્રી રમણભાઈમાં થતું હતું. પ્રો. તારાબહેન પણ સહધર્મચારિણી, સખી, મિથઃ, પ્રિયશિષ્યા રૂપે સદા સાથી રહ્યા છે.
“શ્રી રાજ-સોભાગ આશ્રમ” સાયલામાં ઉપાધ્યાય યશોવિજયજી મહારાજના અધ્યાત્મસાર' ગ્રંથનું ભાષાન્તર અને ભાવાર્થનું ભગીરથકાર્ય શ્રી રમણભાઈ કરી રહ્યા હતા ત્યારે મને તેઓશ્રીનો પ્રથમ પરિચય થયો. સત્યંતિ: નિઋતિ પુનામ- સુખદ અને આનંદકારી અનુભવ થયો. સાહિત્યના અખંડ પૂજારીની સરળતા, અમિતા અને ગરિમા નજરે અનુભવ્યા. પારદર્શક વ્યક્તિત્વના મેળાપ પછી સૌરભ પંડિત, ન્યાયપૂર્ણ જીવનશૈલીની અનેક સોપાનપંક્તિઓનો પરિચય થતો ગયો, થતો રહ્યો.
ધર્મનિષ્ઠ વ્યક્તિત્વ સમા શ્રી રમણભાઈને “સારું તે મારું' એવો આદર્શ વરેલો હતો. પ્રત્યક્ષ વાતચીતમાં તેઓએ કહેલું – બેન ! “અધ્યાત્મસારનો એક શ્લોક લખવો હોય, ભાવાર્થનું સહજ ચિંતન થાય અને લખાઈ જાય અને કોઈવાર શ્લોકનું ગહન ચિંતન થયા જ કરે, થયા જ કરે; પછી લખાય, આવી તેઓની લેખનશૈલી હતી. લખવા ખાતર લખી નાખ્યું એવું ક્યારેય તેઓની લેખનશૈલીમાં જોયું નથી. શબ્દ-શબ્દના અર્થ-ઉપાધ્યાયજી કઈ દૃષ્ટિએ, શું કહેવા માગે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org