________________
૨૫૦
શ્રત ઉપાસક રમણભાઈ
લોન સર્વિસ ઉપર આવેલા. ત્યારે તેમને મળવાનું બનતું. કદાચ મારો એ પ્રથમ પરિચય. ૧૯૬૧માં તે પીએચ.ડી. થયા. ૧૯૭૦માં તે મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે નિમાયા. ૧૯૮૬માં તે યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા. એ પછી બધો વખત તેઓએ ધર્મ અને સામાજિક સેવા-કાર્યને આપ્યો.
ડૉ. રમણભાઈ શાહ અત્યંત સૌજન્યશીલ, વિનમ્ર અને સ્નેહાળ હતા. તેમના અને તેમનાં પત્ની શ્રી તારાબહેનના આતિથ્યનો લાભ આ લખનારને પણ મળેલો છે. બીજા અનેકોને મળ્યો હશે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને જૈનદર્શનના વિદ્વાન તેમ જ ઉત્કૃષ્ટ કોટિનાં પ્રવાસવર્ણનનાં પુસ્તકો આપનાર ડૉ. રમણલાલ શાહનું ગુજરાતી સાહિત્યમાં મહત્ત્વનું પ્રદાન છે. .
* * *
માનવતાવાદી અભિગમ પૂજ્ય (ડો.) રમણભાઈના આકસ્મિક દેહાવસાનના સમાચાર જાણી અમો સહુને ખૂબ આઘાત લાગ્યો છે. બ્રહ્મલીન પૂ. ડૉ. અધ્વર્યુજી (પૂ. બાપુજી) સાથેનો તેમનો અને આપનો અતૂટ નાતો શિવાનંદ પરિવારના કાર્યકરો માટે પણ સબળ પ્રેરણા આપનારો બની ગયો હતો અને અમો સહુ પણ આ અલોકિક લાભ મળવા બદલ અમારી જાતને ધન્ય બનાવી શક્યાં છીએ.
સ્વ. પૂ. રમણભાઇની જીવનના તમામ ક્ષેત્રોની ઉપલબ્ધિ, વિદ્વતા અને ખાસ તો માનવતાવાદી અભિગમને લીધે ગુજરાતની અનેક સેવાભાવી સંસ્થાઓને ખૂબ લાભ મળ્યો છે. તેઓશ્રી હર હંમેશ સહુના હૃદયમાં વિરાજમાન રહેશે અને પરમ કૃપાળુ પરમેશ્વર પણ આ અતિ પવિત્ર આત્માનાં ઉર્ધ્વગમનથી ધન્ય થયા હશે. ૐ શાંતિ જય જિનેન્દ્ર.
અનસૂયા ધોળકીયા શિવાનંદ પરિવારનાં પ્રમુખ તથા ટ્રસ્ટીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org