________________
શ્રુત ઉપાસક ૨મણભાઈ
૨૪૯
એટલે પ્રતિલેખા. પડિલેહાનો એક અર્થ છે - વ્યાપક, ગહન અને સ્વતંત્ર દૃષ્ટિથી ઝીણવટપૂર્વક અભ્યાસ કરવો, વારંવાર ચીવટપૂર્વક સૂક્ષ્મ અવલોકન કરવું. સંગ્રહનું શીર્ષક અન્વર્થક છે. “બગાકુ શુમિ'નો અર્થ છે “સાહિત્યમાં અભિરુચિ'. આ સંગ્રહમાં અલંકારશાસ્ત્ર અંગેના લેખો ઉપરાંત અર્વાચીન સાહિત્ય વિશેના લેખો પણ મૂક્યા છે. ‘ક્રિતિકા'માં ફાગુ કાવ્યો બ્રહ્માનંદ સ્વામી કૃત સતી ગીતા” અને દયારામના આખ્યાનો અંગેના લેખો છે. ત્રણે સંગ્રહોમાં એમનો સંગીન અભ્યાસ દેખાઈ આવે છે.
મારા સંપાદન હેઠળ પ્રગટ થતી “ગુજરાત ગ્રંથકાર, શ્રેણીમાં તેમણે મારી વિનંતીથી સમયસુંદર વિશે લઘુગ્રંથ તૈયાર કરી આપ્યો. આ પુસ્તક વિદ્વાનોનો આદર પામ્યો છે. ડો. શાહે આ ઉપરાંત પરિચય પુસ્તિકાઓ પણ લખી છે. વિવિધ વિષયો ઉપરના તેમના લેખો ગ્રંથસ્થ થવાની રાહ જોઈ રહ્યા છે.
ડૉ. રમણલાલ શાહનો જન્મ વડોદરા જિલ્લાના પાદરા ગામમાં ૩જી ડિસેમ્બર ૧૯૨૬ના થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ પાદરાની સરકારી શાળામાં કર્યું. અગિયાર વર્ષની વયે તે મુંબઈ આવ્યા. ત્રણ ધોરણ સુધીનો અભ્યાસ શેઠ ફરામજી નસરવાનજી સ્કૂલમાં અને ચોથા ધોરણથી મેટ્રિકનો અભ્યાસ મુંબઈની જાણીતી બાબુ પન્નાલાલ હાઈસ્કૂલમાં કર્યો. અમદાસ કાણકિયા અને ઈન્દ્રજિત મોગલ જેવા શિક્ષકો પાસે અભ્યાસ કરવાની તક મળી. પહેલાં તેમનો વિચાર ચિત્રકાર થવાનો હતો પણ પછી સાહિત્ય તરફ વળ્યા. ૧૯૪૪માં મૅટ્રિક થયા. કૉલેજના અભ્યાસ માટે તે સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં જોડાયા. કવિ બાદરાયણ અને મનસુખલાલ ઝવેરી પાસે ગુજરાતી ભણ્યા અને ગૌરીપ્રસાદ ઝાલા પાસે સંસ્કૃત. ૧૯૪૮માં ગુજરાતીમાં સૌથી વધુ ગુણ મેળવી બી.એ.ની પરીક્ષા પસાર કરી. કૉલેજની ફેલોશિપ મળી. ૧૯૫૦માં ગુજરાતી અને સંસ્કૃત સાથે એમ.એ. થયા. ગુજરાતીમાં પ્રથમ આવવા માટે તેમને બ. ક. ઠાકોર સુવર્ણચંદ્રક અને કે. હ. ધ્રુવ પારિતોષિક મળ્યા. બી.એ. થયા પછી થોડો સમય તેમણે “સવિતા', “સાંજ વર્તમાન” અને “જનશક્તિ'માં કામ કરેલું. પછી સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા. અહીં તે એન.સી.સી.માં જોડાયા. સખત પરિશ્રમ કરી તેઓ લેફ્ટનન્ટ, કેપ્ટન અને છેવટે મેજરના પદે પહોંચેલા. સેન્ટ ઝેવિસર્ય કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે તેમણે વીસેક વર્ષ કામ કર્યું (૧૯૫૭થી ૧૯૭૦). આ ગાળા દરમિયાન ૧૯૫૪-૧પમાં તે અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org