________________
૨૪૮
શ્રુત ઉપાસક રમણભાઈ આ પુસ્તકમાં મળે છે. મૂળે એ “નવનીત-સમર્પણ'માં લેખમાળારૂપે આવતું હતું ત્યારથી જ લોકપ્રિય થયેલું. લેખકની શૈલી ચિત્રાત્મક છે. એમના અનુભવોનું વૈવિધ્ય શૈલીની વિવિધ છટાઓમાં પ્રગટ થયું છે. આ પુસ્તકની ટૂંકા સમયમાં બે-ત્રણ આવૃત્તિઓ થઈ છે. એ પાઠ્યપુસ્તક પણ બનેલું. ડો. રમણભાઈ ૧૯૭૭માં સિડનીમાં ભરાયેલ ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં ભારતીય પી.ઈ.એન.ના પ્રતિનિધિ તરીકે ગયેલા. એ નિમિત્તે તેમણે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરેલો એનું બયાન આ પુસ્તકમાં મળે છે. પુસ્તક માહિતીસભર અને રોચક છે.
અગાઉ સૂચવ્યું તેમ ડો. રમણલાલ શાહ મધ્યકાલીન સાહિત્યના વિદ્વાન છે. તેમનો પીએચ.ડી.નો વિષય હતો ‘નળ-દમયંતીની કથાનો વિકાસ'. ઠેઠ ઋગ્વદના સમયથી અત્યાર સુધી નળ-દમયંતીની કથા કેવા કેવા સ્વરૂપે રજૂ થતી રહી છે એનો તેમણે શાસ્ત્રીય ઢબે ખ્યાલ આપ્યો છે. આ પુસ્તક એમના સંગીત અભ્યાસનું ફળ છે. એમણે કરેલાં કેટલાંક સંપાદનો પણ એમના સંશોધક સ્વરૂપને સુપેરે પ્રગટ કરે છે. સમય સુંદરકત “નળ-દમયંતી રાસ' એમણે હસ્તપ્રતો ઉપરથી સંપાદિત કરી આપ્યો છે. સત્તરમાં શતકના આ સત્યશીલ કવિની કૃતિ તેમના પ્રયત્ન વગર સુલભ ન બનત. આ ઉપરાંત જંબુસ્વામી રાસ', “નલરાય-દમયંતી ચરિત્ર', “મૃગાવતી ચરિત્ર ચોપાઈ', “નલ-દમયંતી સંબંધ”, “ધન્ના શાલિભદ્ર ચોપાઈ' વગેરે પણ એમનાં મહત્ત્વનાં સંપાદનો છે. - શ્રી રમણભાઈ, આપણે હમણાં જ જોયું તેમ વિશ્વપ્રવાસી છે. તેમણે પોતાના વિવેચનસંગ્રહોનાં શીર્ષકો પણ દુનિયાની જુદી જુદી ભાષાઓમાંથી નીપજાવ્યાં છે. વિવેચનસંગ્રહ “પડિલેહા' એ પ્રાકૃત ભાષાનો શબ્દ છે. બંગાકુ-શુમિ” એ જાપાનીઝ ભાષાનો શબ્દ છે અને “ક્રિતિકા' એ રશિયન ભાષાન. “પડિલેહાનું જનસત્તા'માં ૧૯૭૯માં અવલોકન કરતાં મેં લખેલું કે અહીં લાંબા અભ્યાસલેખો આપવામાં આવ્યા છે. સમયસુંદર, એના બે રાસ વિશે ત્રિભુવન દીપક પ્રબંધ' એ રૂપક કાવ્ય વિશે અને “કુવલયમાલા' વગેરે વિશે ઊંડા અભ્યાસપૂર્વક તેમણે લખ્યું છે. એની વિશેષતા તારવતા મેં લખેલું કે “શાસ્ત્રીય અભિગમ' સાંગોપાંગ અભ્યાસ, હકીકતોનું નિઃશેષ નિરૂપણ, હકીકતોમાંથી સંયુક્તિક અભિપ્રાયો તારવવાની ફાવટ, જૈનધર્મના પાયાના સિદ્ધાંતોની સ્વચ્છ સમજ અને સહૃદયતાને કારણે “પડિલેહા' મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય વિશે તો એક નોંધપાત્ર વિવેચનસંગ્રહ બન્યો છે.” લેખક પડિલેહાનો અર્થ આપતાં કહે છે કે પડિલેહા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org