________________
શ્રુત ઉપાસક ૨મણભાઈ
૨૪ ૭.
એક અનોખું વ્યક્તિત્વ
| | ડૉ. રમણલાલ જોશી ૨૮ ડિસેમ્બર, ૧૯૮૩નો દિવસ. પુનામાં ગુજરાતી સાહિત્ય પરિષદનું ૩૩મું અધિવેશન મળી રહ્યું છે. મરાઠી કવિ વસંત બાપટે દીપ પ્રગટાવી અધિવેશનનું ઉદ્ઘાટન કર્યું. પરિષદના નવા પ્રમુખ શ્રી કે. કા. શાસ્ત્રીને કાર્યભાર સોંપાયો. પછી થયો પ્રમુખનો પરિચયવિધિ. પરિચય આપતા હતા ડૉ. રમણલાલ શાહ. તેમણે એવી રસાળ અને હાસ્યમિશ્રિત શૈલીમાં શાસ્ત્રીજીનો પરિચય આપ્યો કે ઘણાંને થયું કે આ બકુલ ત્રિપાઠી તો બોલતા નથી ને ! હાસ્ય-કટાક્ષની જાણે કોક નવી જ સરવાણી પ્રગટી ઊઠી. પરિચય કરાવનારનો પણ એક અનોખો પરિચય થયો. એંશી વર્ષની પરિષદે એંશી વર્ષના શાસ્ત્રીજી પર આ કળશ ઢોળ્યો એમાં કાળનું કોઈ સૂચક પરિમાણ પ્રગટ થતું તેમણે ભાળ્યું. તે સરસ બોલેલા.
આમ તો ડો. રમણલાલ શાહ મધ્યકાલીન સાહિત્યના વિદ્વાન છે. જૈન ધર્મદર્શનના પણ તે વિરલ ગણાય એવા ઊંડા અભ્યાસી છે, પણ તેમનામાં સર્જકતાનું ઝરણું પણ વહે જ છે. “કુમાર'ના તંત્રી સ્વ. બચુભાઈ રાવતની પ્રેરણાથી તેમણે ૧૯૫૫થી ૧૯૬૦ના ગાળામાં “કુમાર”માં નવ નાટિકાઓ લખેલી. એમાંની એક નાટિકાના નામ ઉપરથી તેમણે ૧૯૬૬માં “શ્યામ રંગ સમીપે” નામનો સંગ્રહ પ્રગટ કરેલો. તેમણે ગુલામોનો મુક્તિદાતા' અને “હેમચંદ્રાચાર્ય' નામે ચરિત્રો લખેલાં છે. પણ છેલ્લાં વર્ષોમાં પ્રવાસવર્ણનના લેખક તરીકે તે આગળ આવ્યા. “એવરેસ્ટનું આરોહણ', ‘ઉત્તર ધ્રુવની શોધ સફર', “પાસપોર્ટની પાંખે’ અને ‘પ્રદેશે જય વિજયના” એ એમનાં પ્રવાસનાં પુસ્તકો છે. “એવરેસ્ટનું આરોહણ'માં એવરેસ્ટનું શિખર શોધાયું ત્યાંથી શરૂ કરીને તેનસિંગ અને હિલેરીએ એવરેસ્ટ સર કર્યું ત્યાં સુધીમાં અનેક સાહસિક ટુકડીઓના પુરુષાર્થનું બયાન મળે છે. ઉત્તર ધ્રુવની શોધ સફર' એ યુરોપ અને અમેરિકામાં ઉત્તર ધ્રુવ સુધી પહોંચવાના જે પ્રયત્નો થયા એનું રોમાંચક વર્ણન આપે છે. પરંતુ પ્રવાસવર્ણનના લેખક તરીકે તેમની યશોદાયી કૃતિ તો પાસપોર્ટની પાંખે' ડૉ. રમણલાલ શાહ યુરોપ, આફ્રિકા, અમેરિકા, રશિયા, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ, બ્રાઝિલ, જાપાન, ન્યૂઝિલેન્ડ, કોરિયા વગેરે દેશોનો પ્રવાસ કરેલો એનું રસિક અને માર્મિક વર્ણન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org