________________
૨૪૬
શ્રુત ઉપાસક ૨મણભાઈ
સદર્ભમાં પણ વિષયની પ્રસ્તુતતા તપાસે. બિનજરૂરી પ્રસ્તાર પણ નહીં, ને કશું અધૂરું-ઊણું ન રહી જાય એની પણ તકેદારી. આમ જે વિષય પર કલમ ઉપાડે એને સંપૂર્ણ બનાવવાની ચીવટ રાખે. એ જ રીતે પ્રભાવક સ્થવિરો, સાધુભગવંતો કે સાધુચરિત સગૃહસ્થો વિશે ચરિત્રલેખ લખતાં એમના જીવનની નાનીમોટી વિગતોનો પરિચય આપી એમના વ્યક્તિત્વને ઉપસાવી આપે. એમના
સ્મરણાંજલિ-લેખો પણ સદ્ગત મહાનુભાવો સાથેનાં સંસ્મરણોથી ભાવસભર બનેલાં છે જે એમની લેખનપદ્ધતિનાં સુંદર ઉદાહરણો છે.
જેવું લેખન, એવું જ વક્તવ્ય - મુદ્દાસર, કશાયે વિષયાંતર વિનાનું. અન્ય વક્તાઓનાં વક્તવ્યો વિશે પ્રતિભાવ રજૂ કરતી વેળા સંક્ષેપમાં સુંદર છણાવટ કરે. વક્તવ્યમાં રહેલી કોઈ ક્ષતિ અંગે ટકોર કરે તે પણ એવી ઋજુતાથી કરે છે સામાને જરીય વાગે નહીં.
રમણભાઈ એમની વયસ્કતાને લઈને પ્રથમ દર્શને ગંભીર મુખકૃતિવાળા દેખાય, પણ વક્તવ્યમાં ને વાતચીતમાં તેઓ અત્યંત હળવા પણ થઈ શકતા. એક સાહિત્ય સમારોહમાં સવારની એક બેઠક ખૂબ લાંબી ચાલી. લગભગ એક વાગવા આવેલો. બેઠકનું સમાપન કરતાં રમણભાઈ કહે, “આપણે ગમે તેટલી તત્ત્વચર્ચાઓ કરીએ પણ છેવટે તો આપણે બધા ચાર્વાકવાદીઓ જ. અત્યારે તમારું ધ્યાન ક્યાં કેન્દ્રિત થયું છે તે હું જાણું છું, માટે તમને વધારે રોકીશ નહીં.' આમ કહીને બેઠકની સમાપ્તિમાં એમણે સૌને ખડખડાટ હસાવેલા.
રમણભાઈનાં લેખન અને પ્રવૃત્તિક્ષેત્રો એટલાં વ્યાપક અને વૈવિધ્યપૂર્ણ હતાં કે એ સર્વ વિશે લખવાનું તો લાંબી લેખણે જ શક્ય બને. અહીં એ માટે અવકાશ નથી. અત્યારે તો સ્મૃતિમાં એક જ વસ્તુ તરવરે છે તે અજાતશત્રુ એવા રમણભાઈના વ્યક્તિત્વનો શાતાદાયી હૃદયસ્પર્શજેની અનુભૂતિ અને પ્રતીતિ સૌને છે.
* * *
શીલ ચરિત - સાધુ જેવા આવા વિદ્વાનની વિદાયથી એક શૂન્યવકાશ ઊભો થયો છે.
T માવજી કે. સાવલા, કચ્છ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org