________________
૨
૩ ૨
ક્ષત ઉપાસક રમણભાઈ
ડૉ. રમણલાલ શાહઃ થોડાંક સંસ્મરણ
પ્રો. જશવંત શેખડીવાળા ડૉ. રમણલાલ શાહ એક અતિ ઉમદા પુરુષ હતા. મારા સન્નિષ્ઠ મિત્ર હતા–પ્રેમાળ, ભલા, નિઃસ્વાર્થી, પરગજુ, નમ્ર, નિખાલસ, વિવેકશીલ અને મધુભાષી. મારી સાથેની તેમની મૈત્રી લગભગ અડતાલીસ વર્ષ જૂની. ઈ. સ. ૧૯૫૭ થી માંડી ઈ. સ. ૨૦૦૫ સુધી તે અકબંધ જળવાઈ રહેલી. રૂબરૂ મળવાનું પ્રસંગોપાત થતું; પરંતુ અમારો સંપર્ક પત્રો દ્વારા સતત ચાલુ રહેતો. પત્રો લખવામાં તેઓ બહુ નિયમિત. દરેક પત્રનો જવાબ અચૂક લખે. તેમાં કામની બાબત વિશે લખે અને મારી કુશળતા ચાહે તથા પરિવારનું ભલું તાકે. માંદગી, પ્રવાસ કે અન્ય કોઈ કારણસર પત્રનો જવાબ લખવામાં વિલંબ થાય, તો પછીના પત્રમાં તેમ થવાનું કારણ દર્શાવે અને દિલગીરી વ્યક્ત કરે. મારા કરતાં વયમાં, અધ્યાપક તરીકેના અનુભવમાં અને વિદ્વતામાં તેઓ મોટા હતા; પરંતુ તેમનો સમગ્ર વ્યવહાર સમવયસ્ક મિત્ર જેવો. મોટાઇનો કશો ભાર યા દેખાવ નહિ.
આવા સન્નિષ્ઠ– પ્રેમાળ મિત્ર અને નખશીખ ઉમદા મનુષ્યના અવસાનથી મને–અને મારા જેવા ઘણા બધાને-આઘાત લાગે એ સ્વાભાવિક છે. ચિરકાળની વિદાય માટેની તેમની વય નહોતી. તેમની ખોટ જીવનમાં સદા વર્તાતી રહેશે.
તેમનો પ્રથમ પરિચય અને લેખક અને અધ્યાપકના રૂપમાં થયેલો. તેમનાં પુસ્તકો અને લેખો હું નિયમિત વાંચતો. તેમનું ગદ્ય મને ઘણું ગમતું. ગમે તેવા કઠિન અને ગંભીર વિષયને તેઓ સરળ, સુગમ, વિષદ રૂપમાં આલેખી શકતા. તેમનું શબ્દભંડોળ વિશાળ અને વૈવિધ્યમય હતું. તેઓ પારિભાષિક શબ્દોની સાથોસાથ તળપદા ઘરગથ્થુ શબ્દો પણ ઔચિત્યપૂર્વક યોજી જાણતા. વિષયને અનુરૂપ સમર્થક કહેવતો-રૂઢ પ્રયોગોનો વિનિયોગ તેઓ અનાયાસે કરી શકતા. વિષય-અર્થ-ભાવના સમર્થ ક સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ-ગુજરાતી અવતરણ-ઉદાહરણ, તર્કબદ્ધ દલીલ અને ક્રમબદ્ધ, વ્યવસ્થિત, મુદ્દાસર રજૂઆતથી તેમનાં લખાણ અર્થ-ભાવપૂર્ણ ઉપરાંત રસળતાં પણ બની રહેતાં.
મેં તેમને તે માટે અભિનંદન આપતો એક પત્ર લખેલો. તેના જવાબની મારી કશી અપેક્ષા નહોતી. તેમ છતાં મારા પત્રનો તેમણે જવાબ લખેલો અને મારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org