________________
શ્રત ઉપાસક રમણભાઈ
૨ ૩૩
સૌજન્ય-સર્ભાવ માટે આભાર માનેલો. મને તેથી આનંદ સાથે આશ્ચર્ય થયેલું કે આવો વરિષ્ઠ અધ્યાપક અને લેખક કેવો નમ્ર અને વિવેકશીલ છે ! તે પછી અમારી પત્રમૈત્રી શરૂ થયેલી.
પરંતુ મને તો તેમને રૂબરૂ મળવાની તાલાવેલી લાગી હતી. તે શક્ય શી રીતે બને ? કશા ખાસ કારણ વિના તેઓ મુંબઈ બહાર નીકળે નહિ તેથી મેં (ત્યારે હું યુનિવર્સિટી સિન્ડિકેટનો સભ્ય હતો અને ગુજરાતીની અભ્યાસ-સમિતિનો “ચેરમેન' હતો. યુનવિર્સિટીમાં મારી થોડી લાગવગ હતી.) તેમને સરદાર પટેલ યુનિવર્સિટી-વલ્લભ વિદ્યાનગરની ગુજરાતીની અભ્યાસ-સમિતિમાં અને અમુક ગ્રંથ શ્રેણીની વ્યવસ્થાપક સમિતિમાં સભ્ય તરીકે કૉ-ઓપ્ટ' કર્યા. તેને અનુષંગે તેઓ વલ્લભવિદ્યાનગર આવતા થયા.
વલ્લભવિદ્યાનગર આવે ત્યારે તેઓ મારા ઘરને બદલે યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં રહેવાનો આગ્રહ રાખે. ત્યાં રહે, જમે અને પછી મને મળવા માટે મારે ઘરે આવે. હું તેમને મારે ત્યાં, મારી સાથે, રહેવા-જમવા માટે વિનંતી કરું, તો તેઓ કહે: યુનિવર્સિટીનું ગેસ્ટ હાઉસ ન હોત તો તમારે ઘરે જ ઊતર્યો હોત. જમવાનું પણ તમારી સાથે જ રાખત. પરંતુ જરૂરી બધી સગવડ યુનિવર્સિટી ગેસ્ટ હાઉસમાં મળી રહે છે તેથી હું ત્યાં જ રહીશ. આમ છતાં મારા આગ્રહને વશવર્તી તેઓ કેટલીક વાર મારે ઘરે જમવા આવતા. ભોજન અંગે તેમની ઈચ્છા જાણવા હું તેમને પૂછું, તો તેઓ કહેતા: મને સાદું ભોજન પસંદ છે; રોજ જે જમતા હો તે જ ભોજન હું કરીશ. પરંતુ મોંઘેરા મહેમાનને એવું સાદું ભોજન તો પીરસાય નહિ. ગૃહિણી તેમને માટે અનેકવિધ રસોઈ કરે અને પ્રેમથી જમાડે. તેઓ તેમને ભાવતું ભોજન પ્રેમથી જમે અને ગૃહિણીની રસોઈકળાની પ્રશંસા પણ કરે. “સાંપ્રત સહચિંતન'નો દશમો ભાગ તેમણે પ્રો. જશવંત શેખડીવાળાની સાથે શ્રીમતી રેવાબહેન જશવંત શેખડીવાળાને પણ “અર્પણ” કરી તેમણે તેમના પ્રતિ પોતાનો સ્નેહ–આદરભાવ પ્રગટ કર્યો છે.
અમારી સરદાર પટેલ યુનિવર્સિટીમાં ગુજરાતીની અભ્યાસ-સમિતિની બેઠકમાં તેઓ એક સભ્યની હેસિયતથી અચૂક હાજર રહેતા. બી.એ., એમ.એ., એમ.ફિલ.ના અભ્યાસક્રમોને અનુરૂપ પુસ્તકો, વિષયોનું તેઓ સૂચન કરતા; પરંતુ તે માટે કશો આગ્રહ ન રાખતા. પૂર્વગ્રહ-અભિગ્રહથી તેઓ સર્વથા પર હતા. બહુમતીના નિર્ણયને તેઓ ખેલદિલીપૂર્વક સ્વીકારી લેતા. પરંતુ જો એમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org