________________
૨ ૩૪
શ્રત ઉપાસક રમણભાઈ લાગે કે અમુક સભ્ય તેના કોઈ મિત્ર યા સંબંધીના પુસ્તક માટે ભલામણ કરે છે, તો તેઓ “ચેરમેન' તરીકે મારું ધ્યાન દોરતા અને કહેતા કે સૂચિત પુસ્તકો જે તે પદવી માટેના અભ્યાસક્રમ માટે અનુરૂપ નથી એટલે તેનો સ્વીકાર થઈ શકે નહિ. તેઓ તેમને અભિપ્રાય સ્પષ્ટ રીતે રજૂ કરે; પરંતુ તે એવી નમ્રતા, વિવેકશીલતા અને તાર્કિકતાથી રજૂ કરે કે સૌ કોઈ તેનો સ્વીકાર કરી લે, કોઈને જરાય માઠું લાગે નહિ એવું તેમનું કૌશલ હતું-એવી તેમની વ્યક્તિતા હતી.
તેઓ નિષ્પક્ષ અને ન્યાયપરાયણ હતા. કોઈની કશી ખોટી લાગવગને તેઓ કદી વશ ન થતા. ક્યારેક અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી-રાજકોટમાં ગુજરાતીના અધ્યાપકની પસંદગી માટેની તજજ્ઞ સમિતિના સભ્યો તરીકે પણ સાથે થઈ જતા. એવી એક વેળાએ અમારી સાથે ત્રીજા તજજ્ઞ તરીકે એક બુઝુર્ગ વિદ્વાન નિમાયેલા. તેઓ ઉમેદવારોના ઈન્ટરવ્યુ' પહેલાં જ એક ઉમેદવારની આગ્રહપૂર્વક ભલામણ કરવા લાગેલા. રમણભાઈને તે ઠીક નહોતું લાગ્યું. તેમણે તુરત જ મારું એ તરફ લક્ષ દોરી કહેલું; જો એ ઉમેદવાર અધ્યાપક તરીકેની પાત્રતા ધરાવતો હોય તો તેની પસંદગી જરૂર કરજો. પરંતુ જો એ પદ માટેની લાયકાત ન ધરાવતો હોય તો તેની અવગણના કરશો. રમણભાઈને એ બુઝુર્ગ તજજ્ઞ પ્રતિ સ્નેહાદર ભાવ હતો, પરંતુ તેમની અનિષ્ટ પ્રવૃત્તિના તેઓ વિરોધી હતા.
અમે યુનિવર્સિટીની અમારી કામગીરી પતાવી સાંજે રાજકોટમાં ફરવા નીકળતા. રમણભાઈને ફરવાનું ગમે. મને પણ ફરવાનો શોખ, એટલે અમારું પરિભ્રમણ લાંબું ચાલે. દરમિયાન માર્ગમાં કોઈ જૈનમંદિર કે ઉપાશ્રય આવે તો મને કહેઃ “તમે થોડીવાર અહીં ઊભા રહી મારી વાટ જોજો. હું તીર્થકર ભગવાનને વંદના કરી આવું.” હું જેને નહિ, તેથી તેઓ મને સાથે આવવાનો આગ્રહ ન કરે. પરંતુ હું તેમની સાથે મંદિરમાં જવાની ઈચ્છા દર્શાવું તો તેઓ પ્રસન્નતાપૂર્વક મને મંદિરમાં સાથે લઈ જાય. તેઓ તીર્થકર ભગવાનની મૂર્તિ સામે શ્રદ્ધાપૂર્વક હાથ જોડી, આંખો મીંચી, નવકારમંત્ર બોલતા સ્થિર ઊભા રહે. મને તો મંત્ર-પ્રાર્થના એવું કશું આવડે નહિ તેથી હું તેમની પડખે હાથ જોડી મૂંગો મંગો ઊભો રહું અને તેમનો ભાવવિભોર ચહેરો એકાગ્રતાથી જોયા કરું. હું ઝાઝો શ્રદ્ધાળુ નહિ, પણ તેમની ગાઢ શ્રદ્ધા જોઈ મનમાં આનંદ અને આશ્ચર્ય અનુભવું. રમણભાઈના જીવનમાં ધર્મનું અદકેરું સ્થાન હતું એમ નહિ પણ તેમનું સમગ્ર જીવન ધર્મમય હતું એવું મને હંમેશાં લાગ્યા કરતું. વલ્લભવિદ્યાનગરમાં પણ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org