________________
શ્રુત ઉપાસક રમણભાઈ
મારા સર : ડૉ. રમણભાઈ શાહ
] ડૉ. રાકેશભાઈ ઝવેરી
ભાષા અને સાહિત્ય, સમાજ અને ધર્મના આજીવન પ્રેમી અને સેવક એવા આદરણીય ડૉ. શ્રી રમણભાઈ શાહ આજે આપણી વચ્ચે સદેહે ઉપસ્થિત નથી, પણ તેઓશ્રીના સત્કાર્યોની સુવાસ, તેમના સદ્ગુણોની સૌરભ આગામી દીર્ઘકાળ પર્યંત આપણી સાથે જ રહેશે.
૧૮૧
અસાધારણ વિદ્વતા સાથે આશ્ચર્યજનક સરળતા, ઊંચા પદ અને અધિકાર સાથે સ્નેહપૂર્ણ વ્યવહાર, વય અને શિક્ષણાદિમાં મોટા હોવા છતાં નાના-મોટા સહુ સાથે મિત્રતા અને વિનોદનો સંબંધ. શીખવતાં હોવા છતાં શીખવાની વૃત્તિ, વક્તા છતાં સાધુકપણું આ અને આવા અનેક ગુણોનો સુભગ સમન્વય એટલે શ્રી રમણભાઇનું વ્યક્તિત્વ. તેમની વિનમ્રતા અને સાદગી સૌને સ્પર્શી જતી હતી. સમાજ વ્યવહા૨માં, જીવનશૈલીમાં, ભાષામાં-બધે તેમણે સાદગી અપનાવી હતી. તેમની ભાષાની સાદગી જ મને Ph.D. ના Guide તરીકેની તેમની પસંદગીમાં મોટું કારણ બની રહી હતી.
શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણિત શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર પરના શોધપ્રબંધકાર્યમાં શ્રી રમણભાઈ ‘સ૨’નો અથાગ પ્રેમપરિશ્રમ ચિરસ્મરણીય રહેશે. Ph.D.Thesis તથા ગ્રંથસર્જનના સાત વર્ષના દીર્ઘકાળમાં તેમની વિદ્વતા આદિ ગુણસમૃદ્ધિનો મને સુપેરે પરિચય થયો છે તથા પુષ્કળ લાભ પણ મળ્યો છે. જ્યારે પણ લેખનાદિ કાર્ય માટે મળવાનું થતું ત્યારે ક્યારેય Academic Meeting જેવું લાગતું નહીં. દર વખતે Healthy વિચાર–વિનિમય રૂપ સત્સંગ જ થતો. તેમનો અનાગ્રહી, મોકળો અભિગમ, કોઇપણ વિષયમાં માર્ગદર્શન પૂરું પાડવાની તેમની ક્ષમતા અને તત્પરતા તથા ચીવટાઈ, સૂક્ષ્મતા અને ઉલ્લાસપૂર્વકની કાર્યપરાયણતાને કારણે તેમની સાથેના વ્યવહારમાં હંમેશ આનંદ અને અનુમોદનનો જ અનુભવ થતો.
સરળતા, હળવાશ અને વાત્સલ્યના આવા જીવંત પ્રતિબિંબની ખોટ કોને ન સાલે ? તેઓશ્રીના ધર્મપત્ની આદરણીય શ્રીમતી તારાબેન તથા કુટુંબીજનોને આ ચિરવિદાયથી પ્રગટેલ ખેદ તેમના ગુણોની સ્મૃતિથી અને સર્વજ્ઞવીતરાગપ્રણીત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org