________________
૧૮૦
શ્રુત ઉપાસક રમણભાઈ ૨૪ તીર્થંકરો તથા ૧૨ ચક્રવર્તીઓના પૂર્વભવો સહિતના જીવનકવનને વર્ણવતા ‘ચરિતાનુવલી’ નામના પુસ્તકનું લખાણ કાર્ય થયું. મારો પુસ્તક લખાણનો આ પ્રથમ જ અનુભવ, કાર્ય કેમ થશે ? લખાણ બરાબર થશે કે નહીં ? તેની મનમાં મૂંઝવણ રહ્યા કરે. મને મનમાં એમ થયા કરે કે શ્રી રમણભાઈ એકવાર મારું લખાણ વાંચે તો સારું, પણ અનેક કાર્યમાં વ્યસ્ત તેઓ મારા જેવી નાનકડી સાધ્વીના લખાણને વાંચવા સમય ફાળવશે કે કેમ ? આવા અનેક વિચારો મનમાં ઘૂમરાતા હતા તેવા સમયે યોગાનુયોગ તેઓશ્રીને પૂ. આરતીબાઈ મ.ના વાયવા માટે વિડયા મુકામે આવવાનું થયું. મેં હિંમત કરીને મારા મનોભાવને તેઓ સમક્ષ વ્યક્ત કરતાં ‘ચરિતાનુવલી’ પુસ્તકના ૩૦૦ પેજ જેટલા લખાણને વાંચવા, સુધારવા વિનંતી કરી અને મારા આશ્ચર્ય વચ્ચે તેઓએ કોઈપણ પ્રકારની આનાકાની, આશા-અપેક્ષા વિના મારી વાતનો સ્વીકાર કર્યો, માત્ર અન્ય કાર્ય હાથ ઉપર હોવાથી સમય લાગશે તેમ જણાવ્યું. મેં ધીરજ ધરી અને તેઓશ્રીએ અક્ષરશઃ મારું લખાણ વાંચ્યું, સુધાર્યું, તેટલું જ નહીં ‘ચરિતાનુવલી' માટે પ્રસ્તાવના પણ લખી આપી. તેઓશ્રીની આવી અમૂલ્ય સહાયે આજે ‘ચરિતાનુવલી’ની ટૂંક સમયમાં ત્રણ-ત્રણ આવૃત્તિ પ્રકાશિત થઈ ચૂકી છે.
શ્રી રમણભાઈ નાનાને મોટા કરી બતાવવામાં જ જીવનની સાર્થકતા સમજતા હતા, મારાં જેવી અનેક વ્યક્તિના સહાયક બની તેઓશ્રી આનંદે લહેરાયા છે. અન્યની પ્રગતિને વિરલ વ્યક્તિ જ આનંદપૂર્વક, સુખપૂર્વક જોઈ શકે છે. સામાન્ય વ્યક્તિ, તો વસંતમાં શ્વાસ સુકાય તેમ અન્યની પ્રગતિ જોઈ બળતા હોય છે, ત્યાં સહાય કરવાની તો વાત જ ક્યાં કરવી ? ટાંટિયાખેંચ આ યુગમાં શ્રી રમણભાઈ સહાયક બની આનંદે લહેરાયા છે અને તેમની સત્કાર્યની આ ધ્વજા યુગોના યુગો પર્યંત લહેરાતી રહેશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org