________________
શ્રુત ઉપાસક રમણભાઈ
સહાયક આનંદે લહેરાય
C પૂજ્ય ડૉ. સુબોધિનીબાઇ મહાસતીજી
જમીનમાં એક બીજ રોપાય, હવા-પાણીની મળે સહાય; વટવૃક્ષમાં તે રૂપાંતરિત થાય, સહાયક આનંદે લહેરાય. બીજ ઉ૫૨ ઉપકારનો ભાર નાખ્યા વિના, નિજના અહં ને પોષ્યા વિના, પ્રત્યુપકારની અપેક્ષા વિના હવા, પાણી અને પ્રકાશ બીજને અંકુરિત બનાવવામાં સહાયક બને છે. આવી જ ઉદાત ભાવના મેં શ્રી રમણભાઈમાં નિહાળી છે.
૧૭૯
તેઓ શ્રી અન્યના વિકાસમાં, અન્યની પ્રગતિમાં પ્રેરણા અને પ્રોત્સાહન આપતા. નવોદિતને તો તેઓશ્રી ટચલી આંગળીનો ટેકો નહીં પણ હાથનો સહારો આપતા. અનેક–અનેક બીજ માટે શ્રી રમણભાઈ હવા, પાણી અને પ્રકાશ બન્યા છે. તેઓશ્રી અંધકારમાં અટવાતી વ્યક્તિ માટે મીણબત્તી, મુંઝાતી વ્યક્તિ માટે માર્ગદર્શક, રૂંધાતા શ્વાસ માટે પ્રાણવાયુ, તૂટતી દીવાલ માટે ટેકો, ચણાતા વ્યક્તિત્વ માટે આધારસ્તંભ અને અથડાતી નૌકા માટે દીવાદાંડી બન્યા છે. સામેની વ્યક્તિને ઉપકારનો, મદદરૂપ થયાનો અહેસાસ પણ ન થાય તે રીતે તેઓ મૂક ભાવે સત્કાર્યો, સહાયકાર્યો કરતા હતા.
‘ફૂલ તો એની ફોરમ ઢાળી થાતું રાજી રાજી', રસથી સભર, મહેકથી મઘમઘાયમાન ફૂલને માત્રને માત્ર રસ હોય છે. ખુશ્બુ ફેલાવવામાં, ફૂલ મલકાતાં-મલકાતાં ખુશબો ફેલાવે છે અને ખુશ્બ ફેલાવતાં ફેલાવતાં મલકાતાં મુખે અલવિદા લે છે. શ્રી રમણભાઈ પુષ્પની જેમ ખીલ્યા, વિદ્વતાની સાથે નમ્રતા, સરળતા, સાદગી અને સત્કાર્યોની મહેકથી સભર વ્યક્તિત્વના સ્વામી બન્યા હતા. તેઓશ્રીને માત્રને માત્ર રસ હતો ધર્મે મઢ્યા, પરોપકારે મઢ્યા સત્કાર્યોનો પરિમલ પ્રસરાવવામાં.
Jain Education International
ડૉ. આરતીબાઈ મ.ના પીએચ.ડી.ના ગાઈડ ન હોવા છતાં તેમનાં ગાઈડની અનુમતિ હોવાથી ગાઈડથી પણ વિશેષ માર્ગદર્શન આપી થિસિસ લખવામાં સંપૂર્ણ રૂપે સહાયક બન્યા. તે સમયે મારી સંસારાવસ્થામાં તેઓ સાથે મારે અલપ-ઝલપ ઓળખાણ થઈ.
ઈ. સ. ૧૯૯૨ માં મારી દીક્ષા થઈ અને સંસા૨ી કુટુંબીજનોની પ્રેરણાથી
For Private & Personal Use Only
www.jainelibrary.org