________________
૧૭૮
શ્રત ઉપાસક રમણભાઈ
સહજતાથી ગોઠવી આપ્યા. અમારા ટેન્શનને હળવું કુલ કરી આપ્યું. હું તો જોતી જ રહી ગઈ!
આટલા મોટા ગજાનો માણસ છતાંય ક્યાંય આડંબર, માન મરતબાની ચાહના નહિ. આ તેમની નિસ્પૃહતા સાથે ધર્મ પ્રત્યેની પ્રીતિ સંતો પ્રત્યેની અગાધ ભક્તિની ભાવના મારા હૃદયમાં ટંકોદકીર્ણ થઈ ગઈ છે. હું તો જરૂર કહીશ કે ખરેખર રમણભાઈ આ જગનતા માનવીઓમાં એક મુઠ્ઠી ઊંચેરા માનવી હતા.
અપરિગ્રહ’ શબ્દ જેનોમાં જેટલો પ્રયોજાય છે તેટલો અન્યત્ર પ્રયોજાતો નથી. એનું મુખ્ય કારણ તે જૈન ધર્મમાં સાધુભગવંતોનાં પાંચ મહાવ્રતોમાંનું પાંચમું મહાવત તે “અપરિગ્રહ છે તથા ગૃહસ્થો માટેનાં પાંચ અણુવ્રતમાં પાંચમું અણુવ્રત તે “પરિગ્રહપરિમાણ છે. દુનિયાના અન્ય ધર્મોમાં પણ અકિંચનત્વ, સાદાઈ વગેરે ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. ખ્રિસ્તી ધર્મમાં સાદાઈના અર્થમાં ‘poverty'નું વ્રત લેવાય છે. આમ છતાં જૈન ધર્મમાં મુનિ મહારાજનાં પાદવિહાર, ગોચરી વગેરેમાં અપરિગ્રહનું વ્રત જે રીતે સવિશેષ નજરે પડે છે તેવું બીજે નથી. એમાં પણ દિગંબર મુનિઓ જે પ્રકારનું જીવન જીવે છે તેની તોલે તો અન્ય ધર્મનું કંઈ જ ન આવે. આધુનિક વિકસિત વૈજ્ઞાનિક યુગમાં પણ આદિ માનવ જેવું પ્રાકૃતિક છતાં સુસંસ્કૃત ભવ્ય આધ્યાત્મિક જીવન જીવવું એ તો એક અજાયબી જ ગણાય.
પરિગ્રહ અર્થાત્ પરિગ્રહ શબ્દમાં “પરિ’નો અર્થ થાય છે ચારે બાજુથી અથવા સારી રીતે અને ગ્રહનો અર્થ થાય છે પકડેલું. માણસે ધનધાન્ય, માલમિલકત વગેરેને સારી રીતે પકડી રાખ્યાં છે અથવા ધનધાન્ય, માલમિલકત વગેરેએ માણસને સારી રીતે પકડી રાખ્યો છે અથવા જકડી રાખ્યો છે એમ અર્થ કરી શકાય. જેનું પરિગ્રહણ થાય તે પરિગ્રહ. જે કોઈ ચીજવસ્તુ ઉપર પોતાપણાનો, માલિકીનો, સ્વકીયતાનો ભાવ થાય તે પરિગ્રહ કહેવાય.
જૈન ધર્મ કહે છે કે સુખી થવું હોય તો પરિગ્રહ ઓછો કરો, ઓછો કરતા જ રહો. જો આંતરિક સુખ અનુભવી, મુક્તિના સુખ સુધી પહોંચવું હોય તો સ્કૂલ અને સૂક્ષ્મ એમ બંને પ્રકારના મમત્વનો ત્યાગ કરીને અપરિગ્રહી બનો.
| રમણલાલ ચી. શાહ (“જિનતત્ત્વ-ભાગ-૭માંથી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org