________________
ભુત ઉપાસક રમણભાઈ
૧૭૯)
બહુમુખી પ્રતિભાસંપન્ન આત્મા
| પૂજ્ય ડોલરબાઈ મહાસતીજી
રમણભાઈના પ્રત્યક્ષ સત્સંગનો પ્રસંગ તો મને બહુ અલ્પ દશ-બાર વાર મળ્યો છે તેમ છતાં એ સમય દરમ્યાનની તેમના વ્યક્તિત્વની છાપ મારા મન મસ્તિષ્કમાં અમીટ રહી છે. તેઓશ્રીના જીવનની સાદગી અને સરળતા, સહૃદયતા અને સાત્વિકતા, નિયમિતતા અને નૈતિકતા, સ્વાધ્યાયપ્રિયતા અને આત્મિક જાગરૂકતા અનન્ય હતાં. શ્વાસોશ્વાસમાં વણાયેલાં તે જોવા મળતા. ઉત્તમ આત્માઓ પ્રત્યેનો તેમનો સભાવ, અહોભાવ, પુન્યાત્માઓના જીવનકવનને જનજનના મન સુધી પહોંચાડી, પ્રેરણાદાયી બનાવવાનો સ્વપુરુષાર્થ પ્રશંસનીય, અભિનંદનીય હતો.
સાહિત્યના પ્રત્યેક પાસાનું તેમનું તલસ્પર્શી જ્ઞાન અને ધાર્મિક ગ્રંથોના રહસ્યોની તાવિક અને માર્મિક છણાવટ હૃદયસ્પર્શી હતાં. આધ્યાત્મિક, ભોગોલિક, વૈજ્ઞાનિક કે તાત્ત્વિક ગમે તે વિષય હોય રમણભાઈ પાસેથી તેનું અવશ્ય માર્ગદર્શન મળે એટલું જ નહીં તેના અર્થગાંભીર્યને ભાષાની તરલતા દ્વારા, સાહજિક સરળ બનાવી એ રીતે સમજાવે કે ભાવકના અંતરમાં આરપાર ઊતરી જાય. આ તેમના જીવનની વિશેષતા હતી.
Simple life and high thinking આ તેમના જીવનનો ઉચ્ચત્તમ આદર્શ જ્યારે જ્યારે મળ્યા છીએ ત્યારે મેં અનુભવ્યો છે અને એમાં પણ જ્યારે મારું Ph.D નું લખાણ તૈયાર થઈ ગયું. સાહિત્ય અને અધ્યાત્મનો સમન્વય કરી બધા પ્રકરણોને કેમ ગોઠવવા તેની અવઢવમાં અમે હતા, તે દરમ્યાન જોગાનુજોગ રમણભાઈને જેતપુર અમારા સાધ્વીરના આરતીબાઈ મ.નું પુરતક “અનંતનો આનંદ’નું વિમોચન કરવા દેશમાં આવવાનું નક્કી થયું. તેઓને સમાચાર મોકલ્યા. એકાદ દિવસ વહેલા આવો તો સારું. મારા થિસિસનું કામ છે. અમારા ભાવને સ્વીકારીઆગલા દિવસે રમણભાઈ આવ્યા. મુસાફરીનો થાક છતાંય પ્રસન્નતા. દેશમાં જેતપુરના ખોડપરાના નાનકડા ઉપાશ્રયના ફળિયામાં ઓટલા ઉપર અમે બેઠા. બપોરે બે વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધીમાં એક જ બેઠકે શેતરંજી ઉપર બેસી રમણભાઈએ આખા વિસિસનું વિહંગાવલોકન કરી બધા જ પ્રકરણોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org