________________
૧૭૬
શ્રુત ઉપાસક રમણભાઈ
મારા Ph.D. ના અભ્યાસકાળના પ્રારંભથી પૂર્ણતા સુધીના સમય દરમ્યાન મેં ડૉ. રમણભાઈને નિકટથી જાયા છે. તેમનો પ્રત્યક્ષ પરિચય અલ્પકાલીન હોવા છતાં તેમની સાથે વ્યતીત થયેલો સમય મારા માટે કાયમના સંભારણા રૂપ બની ગયો છે.
ત્તિ હિં વિહૂદ્ધ પારસ્થા સંગમુત્તરT I (શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર-અધ્ય. ૫) કેટલાંક ગૃહસ્થો ગૃહસ્થજીવનમાં રહીને પણ શ્રેષ્ઠ આચારનું પાલન કરતા હોય છે. ભગવાન મહાવીરની ઉપરોક્ત સુક્તિને ચરિતાર્થ કરતું તેઓશ્રીનું જીવન સાદુ, સરળ અને નિસ્પૃહ હતું. તેઓએ પોતાના સરળ વ્યવહારથી, ચિંતનપૂર્વકના લેખનથી, પ્રેરક અને રોચક વસ્તૃત્વ શૈલીથી, નિષ્કામભાવે અન્યને સહાયક થવાની પવિત્ર વૃત્તિથી તથા તેને અનુરૂપ શાસન પ્રભાવનાની અનેકવિધ પ્રવૃત્તિઓથી જૈન સમાજમાં એક અનોખું અને આદરણીય સ્થાન પ્રાપ્ત કર્યું
હતું.
ડૉ. રમણભાઈ તથા શ્રીમતી તારાબેન આ દંપતીએ સમાન રુચિ અને સમાન પ્રવૃત્તિથી પરસ્પરના સથવારે અનેકવિધ ગુણસંપત્તિથી પોતાનું જીવન સમૃદ્ધ બનાવ્યું. પોતાની જ્ઞાનસંપત્તિનો સંવિભાગ કરતા હોય તેમ વિવિધ પ્રકારના સાહિત્યલેખન દ્વારા સમાજને મહાન અનુદાન આપ્યું. જીવનના અંતિમ દિવસો સુધી અનેક વાર સંબંધોથી નિવૃત્ત થઇને ધર્મસ્થાનોમાં એકાંત વાસ કરીને સ્વભાવમાં સ્થિર થવા માટે સ્વાધ્યાયનો પુરુષાર્થ કર્યો.
પોતાના વ્યવસાયમાં ધર્મને વણીને ધર્મ અને વ્યવહારના સુભગ સમન્વય રૂપ તેમનું જીવન આદર્શ ગૃહસ્થ જીવનના એક નમૂના રૂપ હતું.
ડૉ. રમણભાઈના દેહનો વિલય થયો પરંતુ તેમનું અવિનાશી વ્યક્તિત્વ પોતાના પૂર્ણ શુદ્ધિના લક્ષ્યને શીવ્રતમ સિદ્ધ કરે એ જ મનોકામના.
અનેકના જીવનમાં સાચા માર્ગદર્શક બનેલ સુશ્રાવક રમણભાઈના નિધનના સમાચાર જાણી આઘાત અનુભવ્યો. તેઓશ્રી લેખન દ્વારા અનેકના જીવનમાં સાચા માર્ગદર્શક બનેલ. તેમણે કરેલું લેખન વગેરે ખૂબ જ અનુમોદનીય હતું. વિશેષમાં તેઓશ્રીએ કરેલ લેખન માટે પ્રબુદ્ધ જીવન' પત્ર પ્રગતિ સાધે એ જ અભિલાષા.
T જિતદર્શન વ.ના ધર્મલાભ, ઘાટકોપર-મુંબઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org