________________
શ્વત ઉપાસક રમણભાઈ
૧ ૭૫
ભાવાંજલિ | પૂજ્ય ડૉ. આરતીબાઈ મહાસતીજી
હતું રમ્યકારી “
રણ” એવું આપનું મધૂરું નામ, આત્મભાવમાં રમણ કરવા કર્યા શ્રુતસેવાનાં અનોખાં કામ, ‘તારા' સંગાથે રહી આરોહણ કર્યા અનેક ગુણસોપાન, પ્રબુદ્ધપણે જીવી ગયા, જીતી લીધા આપે ઇન્દ્રિયગ્રામ, જેન સાહિત્ય લેખને જાગૃત રહ્યો સદા તવ આતમરામ, ભાવાંજલિ અર્પીએ ભાવે સદા શીધ્ર પામો શાશ્વતધામ...
પૂ. મહાસતીજી ! Ph.D. નો અભ્યાસ લક્ષ્યપૂર્વકના સ્વાધ્યાય માટે જ છે. લક્ષ્ય સિદ્ધ થઈ જાય પછી Ph.D. રૂપ ઉપાધિને ભૂલી જજો.”
એક સાધ્વીને આ પ્રકારની હિતશિક્ષા આપનાર વ્યક્તિનું ગૌરવવંતુ વ્યક્તિત્વ સહજ રીતે ઝળકી ઊઠે છે.
ખળખળ વહેતી સરિતા સાગરને મળવા માટે નિરંતર સ્વતંત્ર રીતે નિરપેક્ષપણે વહેતી જ રહે છે. તે જ્યાંથી પસાર થાય તે તે ક્ષેત્રને કંઈક આપીને જાય છે. તે જ રીતે સરિતા જેવા સાધકો પોતાની આત્મશુદ્ધિ માટે જ અવિરત પુરુષાર્થ કરી રહ્યા હોય છે તેમ છતાં તેમનું અસ્તિત્વ, તેમનું વિરલ વ્યક્તિત્વ સમાજને કંઈક આપીને જાય છે. આવા જ વ્યક્તિત્વના ધારક ડૉ. રમણભાઈએ પોતાના જીવન દરમ્યાન શ્રુતદેવની આરાધના કરી, ભગવદ્ ભાવોને આત્મસાત્ કર્યા. ધર્મ કોઈ શબ્દનો વિષય નથી કે કોરી વિદ્વતા કે બુદ્ધિવિલાસ નથી. ધર્મ આત્માનો સ્વભાવ છે. તેથી જીવનની એક ક્ષણ પણ તે આત્માથી જુદો થતો નથી. જે વ્યક્તિ ધર્મને પામી હોય, તેનો સમગ્ર આચાર ધર્મમય બની જાય છે. આવી સ્પષ્ટ સમજણ તેઓશ્રીએ કેળવી હતી. તેથી જ તેમના અંતરમાંથી ઉપરોક્ત શબ્દો સરી પડ્યા હતા.
સાધકજીવનને લક્ષ્યપૂર્વકના સ્વાધ્યાયથી સમૃદ્ધ બનાવવું જરૂરી છે પરંતુ તે સ્વાધ્યાયજન્ય ઉપાધિથી જ્ઞાનનું અજીર્ણ ન થાય તે માટે સાવધાન રહેવું તે સાધકની સાધના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org