________________
૧૭૪
શ્રત ઉપાસક રમણભાઈ
પ્રબુદ્ધ જીવન માસિક દ્વારા પણ જન જનના હૃદય સુધી ધર્મજ્ઞાન પહોંચાડવાનું કાર્ય કર્યું....
અવારનવાર યોજાતા જૈન સાહિત્ય સમારોહના વિદ્વદ્ સંમેલનમાં એમનો સક્રિય ફાળો રહેતો.
વીસ તીર્થકરોની કલ્યાણક ભૂમિ સમેતશિખરમાં યોજાયેલ સંમેલનમાં ડૉ. રમણભાઈ શાહ પણ પધાર્યા હતા અને તે સમયે આચાર્ય ભગવંત પ. પૂ. કલાપ્રભસાગરસૂરિશ્વરજી મ.સા. સાથે મારી પીએચ.ડી. સંબંધી ચર્ચા-વિચારણા થઈ અને ડૉ. રમણભાઈએ તેમાં ઉત્સાહસહ સંમતિ દર્શાવી
શિખરજીથી શત્રુંજય મહાતીર્થની યાત્રા કરી મુંબઈ આવીને મેં મારા માર્ગદર્શક ડૉ. રમણભાઈ શાહના માર્ગદર્શન હેઠળ શોધ નિબંધનું કાર્ય શરૂ કર્યું. એ માટે જરૂરી અને ઉપયોગી એવા ગ્રંથો શ્રી મહાવીર જૈન વિદ્યાલય તથા અન્ય ગ્રંથાલયોમાંથી એકત્ર કરવામાં એમની ઘણી સહાયતા મળી.
મારા આ શોધનિબંધમાં સતત ચાર વર્ષ સુધી મને માર્ગદર્શન આપ્યું. મારા પરમ સદ્ભાગ્ય કે વિદ્વવદ્વર્ય સાહિત્યપ્રેમી જ્ઞાતા ડૉ. રમણભાઈ શાહ પાસે અભ્યાસ કરવાનો મને સરસ અવસર સાંપડ્યો. કેટકેટલી પ્રવૃત્તિઓની વચ્ચે ઘેરાયેલા હોવા છતાં મને અભ્યાસ માટે નિઃસ્પૃહભાવે અમૂલ્ય સમય તેઓ આપતા રહ્યા હતા. એમના સતત મળતાં રહેલાં પ્રેરણા અને પ્રોત્સાહન વગર આવું કઠીન કાર્ય જલ્દી પૂર્ણ થાત નહીં.
તદુપરાંત ડૉ. રમણભાઈ શાહનાં ધર્મપત્ની પ્રો. તારાબહેન શાહ તથા એમના માતુશ્રી ધીરજબહેનનો પણ સારો સહકાર સાંપડ્યો હતો. ડૉ. રમણભાઈનો તથા એમના પરિવારનું ઋણ કેમ ભૂલાય?
વિદ્વદ્વર્ય સુશ્રાવક રમણભાઈ શાહની વિદાયથી સંઘમાં જબરી ખોટ અનુભવાશે. એમનો દિવ્ય આત્મા જ્યાં પણ હોય ત્યાં પરમ શાંતિને પામે એ જ પ્રભુ પ્રાર્થના.
* * *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org