________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૧ ૭૩
ધન્ય હતું જેનું જીવન, ધન્ય હતું કવન...
|| પૂજ્ય ડૉ. મોક્ષગુણાશ્રીજી પીએચ.ડી.ની થિસિસ લખવા માટે મારા માર્ગદર્શક તરીકે ડૉ. રમણભાઈ શાહ હતા. કેટલાય વર્ષોથી અડીખમ ઊભેલું તાડવૃક્ષ પડી જાય તો યે કોઈ એને યાદ કરતું નથી, પણ સરોવરમાં એક દિવસ ઊગીને બીજે દિવસે કરમાઈ જતા કમળને લોકો યાદ કરે છે કારણ ? તાડવૃક્ષ ગમે તેટલું ઊંચું હોય પણ તે પથિકને છાયા નથી આપતું. જ્યારે કમળ, સૌદર્ય, સુકોમળતા અને સુવાસિતતાના ત્રિવેણી સંગમ દ્વારા આકર્ષી લે છે જેથી તેને લેવા સહુ ઉત્સુક બને છે. આ સંસારના ઉપવનમાં કેટલાય જીવો જન્મ લે છે અને આયુષ્ય પૂર્ણ થતાં વિદાય થાય છે, પણ તે આત્માઓના જીવન, કમળની માફક પ્રશંસનીય અને અભિનંદનીય બને છે કે જેઓએ સ્વ સાધના સાથે પરમાર્થ કાજે તન, મન, જીવન શાસનને ચરણે સમર્પિત કર્યા છે. જેમના જીવનમાં અરિહંતની આજ્ઞાનું ગુંજન ને મહાવીરના માર્ગનું મંથન છે. અને ગુરુ આજ્ઞામાં અજબ સમર્પણભાવ છે. આવા આત્માઓ જગતમાં વંદનીય, પૂજનીય, સ્મરણીય બને છે. આવા એક મહાપ્રતિભાશાળી મહાન, વિદ્વાન, પ્રખર વ્યાખ્યાતા, જ્ઞાનદાતા, સાહિત્યોપાસક સુશ્રાવક ડૉ. રમણલાલ ચી. શાહ હતા.
જેમણે મુંબઈની મોહમયી નગરીમાં પણ અધ્યાત્મરસનું પાન કરી દિવ્યદષ્ટિ પ્રાપ્ત કરી અને કોના જીવન સુધી જ્ઞાન પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું. ઉત્તરોત્તર જ્ઞાનમાં સદા ઉદ્યમવંત બની અંતિમ સમય સુધી સાહિત્યની અજોડ સેવા બજાવી...
મહાપુરુષોનું જીવન એટલે ગુણોની ખાણ. ગુણોથી છલકતા તેમના જીવનનું વર્ણન અલ્પમતિથી કેવી રીતે કરી શકાય?
વીરતા, ધીરતા, સરળતા, નીડરતા, નિખાલસતા, સૌમ્યતા, શીતલતા, પ્રવચન પ્રભાવકતા આદિ ગુણોથી એમણે જીવન વિભૂષિત કર્યું હતું.
સૂક્ષ્મપ્રજ્ઞા, પ્રચંડમેઘા, ને અખંડ પુરુષાર્થના પ્રભાવે સંસ્કૃત, પ્રાકૃત અપભ્રંશ વગેરે ભાષાના જ્ઞાતા હતા.
મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે ઘણાં વરસ સુધી સેવા બજાવી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org