________________
૧૭૨
શ્રુત ઉપાસક રમણભાઈ
અરિહંતભક્ત પૂજ્ય ડો. જશુબાઈ સ્વામી
આજે વાલકેશ્વર ઉપાશ્રયેથી રમણભાઈના અવસાનના સમાચાર આવ્યા. જે વાત સાંભળવા કાન તૈયાર ન હતા. મગજ મૂઢ જેવું થઈ ગયું, બુદ્ધિ બુઠી બની ગઈ. પણ ઘણી મથામણને અંતે મને બધાને સમજાવ્યા ને જે ઘટના બની છે તે સત્ય છે. તેવું કબૂલ કર્યું.
ખરેખર આજે સાહિત્ય જગતનો એક સિતારો ખરી પડ્યો. સાહિત્યના સર્જનહારનું દેહવિસર્જન થઈ ગયું.
તેઓશ્રીએ જૈન સિદ્ધાંતો જીભને ટેરવે નહીં પણ જીવનમાં ઉતાર્યા હતા. તેમના શ્વાસે શ્વાસમાં અરિહંત ભક્તિનો ગુંજારવ હતો. પૂજાના ડ્રેસમાં રમણભાઈ ખરેખર અરિહંત ભક્ત લાગતા હતા. મને તેમણે Ph.D. એક દીકરીને કરાવે તે રીતે કરાવ્યું છે.
શ્રી રમણભાઈ વ્યક્તિ રૂપે ભલે આપણી વચ્ચે નથી પણ તેઓશ્રીનું વ્યક્તિત્વ સૌના દિલ-દિમાગમાં અમર રહેશે.
આપની મહાનતાના ગીત ગાતા જીભ પણ ટૂંકી પડે છે. શબ્દો શોધવા પડે છે. કારણ કે મહાજ્ઞાની શ્રી રાકેશભાઈને Ph.D. કરાવી આપે તો આપના જીવનમાં કલગી લગાવી દીધી છે.
આપે તો વિનયથી વિદ્યાદેવીને વશ કરી લીધી હતી. સ્વર્ગસ્થ શ્રીમાન રમણભાઇનો આત્મા જ્યાં હોય ત્યાં શાંતિ-સમાધિ પામે.
* * *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org