________________
શ્રુત ઉપાસક રમણભાઈ
મૂકી. એમણે સહર્ષ વાત સ્વીકારી અને કામ શરૂ થયું. હું ૫૦-૬૦ પાના લખું. તેઓ આવે. સાથે બેસી જોઈએ તેઓ ઘટતી સૂચના આપે. સુધારા-વધારા કરાવે. ફરી હું આગળ લખું. ફરી તેઓ દોઢ-બે મહિને આવે. ફરી ફરી એ જ દો૨ ચાલે, આમ કેટલોક વખત ચાલ્યું. પણ એક યા બીજા કારણે કામ અટકી ગયું...! પરંતુ આ સમય દરમ્યાન તેઓનો વિશેષ પરિચય થયો અને એક અનોખા વ્યક્તિ તરીકે મારા માનસ પર છાપ પડી.
આ પછી પણ અવારનવાર મળવાનું થયું. અહીં કલ્પતરું અધ્યાત્મ કેન્દ્રમાં પૂ. બાપજીના દર્શને શ્રીમતી તારાબેન સાથે બે-ત્રણ વાર આવી ગયાં. અહીંના પાવન પરમાણુ તેમ જ શાંતિભર્યા વાતાવરણથી તેઓ ખૂબ જ પ્રભાવિત હતા. જ્ઞાનસત્રના સમાપન અધ્યક્ષ તરીકેની સુંદર કાર્યવાહી અહીં જ બજાવી, કાયમી યાદ અહીં મૂકતા ગયા.
આવી બહુમુખી પ્રતિભાના ધા૨ક શ્રી રમણભાઈ અક્ષરદેહે આપણી વચ્ચે અનેક વર્ષો સુધી રહો...
૧૭૧
સરસ જીવત જીવી ગયા
વિદ્વર્ય જૈન ધર્મના અનન્ય ઉપાસક શ્રી રમણભાઇના સ્વર્ગવાસના સમાચાર સાંભળી હૃદય એક ધબકારો ચૂકી ગયું. આવા મહાન આત્માની તો શી પ્રશંસા કરવી ? પરંતુ રમણભાઈ તેમના ગુણોથી આપણા સહુની વચ્ચે અમર થઈ ગયા.
તેઓના માર્ગદર્શન હેઠળ ઘણાં સાધ્વીજી ભગવંતોએ Ph.D. કર્યું. તેઓ આગવી સૂઝ ધરાવતા હતા. જૈન ધર્મના મજીઠીયા અંગે લોકોને રંગી તેમણે શાસન સેવાના અપૂર્વ કાર્યો કર્યા છે. ભગવાન મહાવીરની જયપતાકા લહેરાવી તેઓએ જૈન ઇતિહાસને પુનર્જિવીત કર્યો છે. તમો સહુ ખૂબ સમતા રાખજો. ધર્મના ભાવમાં રહેજો. રમણભાઈ ખૂબ સરસ જીવન જીવી ગયા. તમો પણ તેમના પગલે ચાલી ખૂબ સમભાવ રાખજો.
I ગોંડલ સંપ્રદાયના હીરાબાઈ મ., સ્મિતાબાઈ મ. મુંબઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org