________________
૧૯o.
શ્રત ઉપાસક રમણભાઈ
એક અનોખું વ્યક્તિત્વ
I પૂ. ર્ડા. તરુલતાબાઈ મહાસતીજી શ્રી રમણભાઈનું નામ કાન પર પડતાં જ એક ધીરાદાત્ત, ગંભીર, સાંપ્રદાયિકતાની છાંટ વિહોણું સરળ-સાલસ વ્યક્તિત્વ માનસ-પટ પર ઊભરી આવે...!
તેઓ મૂર્ધન્ય સાહિત્યકાર તો હતાં જ. પરંતુ સાહિત્યસેવીમાંથી, સાહિત્યના સ્વામી ક્યારે બની ગયાં એની જાણ પણ આપણને થઈ નહીં. સાહિત્યની કઈ વિદ્યાને તેઓ નથી સ્વર્યા ? એ જ પ્રશ્ન છે. ધર્મ-તત્ત્વજ્ઞાન હોય કે પ્રવાસ–સફર હોય, રેખાચિત્ર-જીવનચરિત્ર હોય કે નિબંધ હોય, એકાંકી હોય કે પાયસંક્ષેપ હોય, સાહિત્ય વિવેચન હોય કે સંશોધન-સંપાદન હોય; તેઓની લેખિની પ્રત્યેક વિદ્યાઓમાં અવિરત ચાલતી રહી.
જૈન દર્શનના સમર્થ અભ્યાસી જ નહીં, જેન તત્વ-રહસ્યોના ઊંડા મર્મજ્ઞા હતાં. જૈન વિષયોની છણાવટ ગહનતાથી તેઓ કરતાં. એટલું જ નહીં, ભારતનાં અન્ય દર્શનો તેમ જ વિશ્વ દર્શનોના પણ ઊંડા અભ્યાસી તથા વિવેચક રહ્યા.
સન ૨૦૦૪ના જાન્યુઆરીમાં પ્રથમ જ્ઞાનસત્રનું આયોજન કલ્પતરું અધ્યાત્મ કેન્દ્ર-મિયાગામ મધ્યે થયું. તે વખતે જેના દર્શનનો ગહન અને કઠીન વિષય “પુદ્ગલ પરાવર્તન'ની છણાવટ એવી તો રસાળ શૈલીમાં કરી કે એ વખતે શ્રોતાઓ સાથે વિદ્વાનો પણ આફરીન પોકારી ઊઠ્યા. ગંભીર વિષયને સરળતાથી દૃષ્ટાંતો સહિત સમજાવવાની સૂઝ તો તેઓની જ...!
તેમની સાથેના મારા પરિચયની વાત કહું તો-દેવલાલી (મહારાષ્ટ્ર)માં તેઓ અવાર-નવાર આવતાં. પૂ. બાપજી અધ્યાત્મ યોગિની શ્રી લલીતાબાઈ મહાસતીજીનાં સ્વાચ્ય અર્થે ૯૦ થી લગભગ ૯૮ સુધી અમે દેવલાલી હતાં. તે વખતે કેટલાક સહૃદયી ભાવિકોની મારા પર ભાવભરી વિનંતી સાથ આગ્રહ રહ્યો કે, થિસિસ લખ્યાને ૨૦-૨૨ વર્ષ થઈ ગયા છે. હવે ફરી સંવારી-સજાવીને લખવી તથા છપાવવી. અનિચ્છાએ પણ મેં લખાણ હાથ ધર્યું. આટલાં વર્ષ પછી ફરી સુ-પ્રતિષ્ઠિત ગાઈડની મને જરૂર પડી અને મેં શ્રી રમણભાઈ સમક્ષ વાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org