________________
૧૬૪
શ્રુત ઉપાસક રમણભાઈ
પાસાંઓ વિકસિત થતાં નિહાળ્યાં. એમાંથી એમની ધર્મશ્રદ્ધાને અને પેલા અન્ય પાસાંઓને દર્શાવતી કેટલીક ઘટનાઓ માણીએ
લગભગ પચાસ વર્ષ પૂર્વે તેઓએ‘નળદમયંતીકથાનો વિકાસ' વિષય પર પી.એચ.ડી.નું કાર્ય શરૂ કર્યું. એ સમયે તેઓ સેંટ ઝેવિયર્સ કોલેજના અધ્યાપક હોવા ઉપરાંત અન્ય પણ વિવિધ જવાબદારીમાં પરોવાયેલા હતા. એટલે પેલા મહાનિબંધનું કાર્ય ધાર્યા મુજબ આગળ ન વધ્યું. એ અરસામાં ઈ. સ. ૧૯૬૦ ના જૂનમાં તેઓ પ્રસિદ્ધ જૈન મહાતીર્થ શત્રુંજયગિરિરાજની યાત્રાએ ગયા. એમનામાં ઝળકતી શ્રદ્ધાળુતાએ ત્યાંના શ્રી આદીશ્વર પ્રભુ સમક્ષ એમને પ્રાર્થના કરાવી કે “પ્રભુ ! એવા આશીર્વાદ આપો કે આ મહાકાર્ય બારેક માસમાં પૂર્ણ થઈ જાય.” એ પ્રાર્થનાએ ચમત્કાર સર્યો હોય એમ એ પછી મુંબઈ આવતાંવેંત કેટલીક અણધારી અનુકૂળતાઓ મળી અને રોજ રાત્રે આઠથી બે વાગ્યા સુધી એ મહાનિબંધ લખવા માંડ્યા. ન ક્યાંય વિચારો અટકે, ન ક્યાંય પેન અટકે, અને..બાર માસના બદલે માત્ર બે માસમાં એ મહાનિબંધનું કાર્ય પૂર્ણ થયું! તેઓ સ્વયં તો પીએચ.ડી.ની ડીગ્રી વર્યા, પણ પીએચ.ડી.ના માર્ગદર્શક બનીને અનેકોને પીએચ.ડી. કરાવી ય ખરી! જાણે શત્રુંજયગિરિરાજની એ ઘટનાએ એમને પ્રતીતિ કરાવી કે - પ્રાર્થના જેટલી ઊંચે જાય છે એટલી પ્રભુકૃપા અદશ્યભાવે નીચે આવે છે.”
સંસ્કૃતમાં એક ઉક્તિ છે કે “બોધસ્ય શોભા સમતા ય શાન્તિઃ' એટલે કે પ્રાપ્ત કરેલ બોધ (૨) જ્ઞાન ત્યારે જ શોભી ઉઠે છે જ્યારે જીવનમાં એના પલસ્વરૂપ સમતા-શાંતિ પ્રવર્તે. રમણભાઈનાં જીવનનો એક પ્રસંગ જોતાં એવું અંદાજી શકાય કે તેઓ આ પંક્તિથી ય એક ડગલું આગળ હતા. મતલબ કે બોધ પામતાં પૂર્વે-વિદ્યાર્થી અવસ્થામાં જ સમતા-શાંતિ વિપુલ પ્રમાણમાં અંકે કરી શક્યા હતા. એ એક પ્રસંગ તે આઃ તેઓ એમ.એ. ભણતા હતા ત્યારે ઘણી જહેમતના અંતે એમણે ભાષાશાસ્ત્રની ફાઈલ તૈયાર કરેલ. એક વિદ્યાર્થી બે દિવસ માટે એ ફાઈલ વાંચવા લઈ ગયો. પણ પછી એની વૃત્તિ બગડતાં એણે બહાનાબાજી કરીને ઠેઠ પરીક્ષા પૂર્ણ થવા સુધી ફાઈલ ન આપી. એની ઉમેદ તેયાર માલ પર નંબર મેળવવાની હતી. રમણભાઈને ખ્યાલ આવી ગયો. પરંતુ જરા પણ ગુસ્સો કે આવેશ ન કરતાં એમણે નવેસરથી એ અંગે તૈયારીઓ કરીને પરીક્ષા આપી. પરિણામ આવ્યું ત્યારે એ વિષયમાં તેઓ પેલા વિદ્યાર્થી કરતાં વધુ માર્ક્સ મેળવી શક્યા! વિકટ પરિસ્થિતિમાં ય શાંત રહેવાની તેમની ક્ષમતાની સાથે એમના આત્મવિશ્વાસનો ય પરિચય આ ઘટના કરાવે એમ છે.
સમજવૃત્તિ અને સ્વીકારવૃત્તિ વિકસ્વર હોય તો વ્યક્તિ સાવ સાદાં હિતવચનમાંથી ય નજરાણાં સમાં જીવનશિલ્પનું નિર્માણ કરી શકે છે. આ વાતની પ્રતીતિ કરાવતો એમનો એક વધુ જીવનપ્રસંગ પણ જાણવા જેવો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org