________________
ચુત ઉપાસક રમણભાઈ
૧૬૩
સગુણ સૌરભભર્યું એક શતદલ કમલ
પૂ. આ. શ્રી રાજરત્ન સૂરીશ્વરજી મ. સા. જૈન શાસ્ત્રીએ જીવનને મંગલમય બનાવતી જે ચાર ભાવનાઓથી દરેક વ્યક્તિને વારંવાર ભાવિત થવા પ્રેરણા આપી છે તેમાંની એક ભાવનાનું નામ છે “પ્રમોદ.” આ પ્રમોદ ભાવનાનું નિરૂપણ કરતા અમારા પરમ ગુરુદેવ યુગદિવાકર જૈનાચાર્ય શ્રી ધર્મસૂરીશ્વરજી મહારાજે સર્જલ સંસ્કૃત ભાષામય સ મંગલા' નામે ટીકાગ્રન્થમાં આ શબ્દો લખાયા છે કે:શમદમૌચિત્યગાશ્મીર્યધર્યાદિગુણષ કિંવા તથા વિદ્યગુણાધારસન્વેષ પક્ષપાતરૂપી યો મનઃ પ્રહર્ષઃ સ ખમીદ: સંસ્કૃત ભાષાની આ પંક્તિ એમ કહે છે કે સમતા-આત્મસંયમ- ગંભીરતા-ધીરતા વગેરે ગુણો પર અને તે તે ગુણોથી મંડિત ગુણવાન વ્યક્તિઓ પર પક્ષપાતની કક્ષાના હાર્દિક આનંદને આ પ્રમોદભાવના' કહેવાય છે.
વ્યક્તિ ભલે ને જેન હો યા અજૈન હો, સંયમી હો યા સંસારી હો, શિક્ષિત હો યા અશિક્ષિત હો કે ધનવાન હો આ નિર્ધન હો; એની આવી કોઈ પણ ભેદરેખાને લક્ષ્યમાં રાખ્યા વિના તે વ્યક્તિના કેવલ માર્ગસ્થ ગુણોને લક્ષ્યમાં રાખીને આ અનુમોદના-પ્રશંસા સાચા હૃદયથી કરવાની હોય છે. આ દૃષ્ટિબિંદુને સ્પષ્ટ કરવા માટે જ અન્ય એક સંસ્કૃત પંક્તિમાં જણાવાયું છે કે “ગુણાઃ પૂજાસ્થાન ગુણિષ ન ચ લિંગ ન ચ વય:' મતલબ કે ગુણવાન વ્યક્તિઓમાં ગુણો જ પૂજાપાત્ર છે; એમનું સ્ત્રી યા પુરુષ તરીકેનું સ્થાન કે બાળ યા યુવાવય વગેરે પરિબળો જરા ય ગણતરીમાં લેવાની જરૂર નથી.
માત્ર ગુણપક્ષપાતને પ્રાધાન્ય આપવાની જૈન ધર્મની એ મહાન નીતિ-રીતિને અનુસરીને આજે અહીં એક ગૃહસ્થ વ્યક્તિના ગુણોને બિરદાવવા છે. એ વ્યક્તિ એટલે થોડા જ માસ પૂર્વે અવસાન પામેલ અને સંખ્યાબંધ ગ્રન્થોના સર્જક-સંશોધક-વિવેચક પ્રબુદ્ધ વિદ્વાન ડૉ. રમણલાલ ચી. શાહ. મુંબઈમાં પ્રવચનસભામાં ને રૂબરૂમાં પ્રસંગોપાત તેઓ મળ્યા હતા ત્યારે ચિત્તમાં એક એવી છાપ અંકિત થઈ હતી કે તેઓ વિશ્વપ્રવાસી હોવા છતાં અને વિવિધ વિચારધારાઓનો સંપર્ક ધરાવવા છતાં તેમની વિદ્વતા ને વ્યક્તિત્વ ધર્મશ્રદ્ધાના ચીલમજીઠ રંગથી રંગાયેલાં હતાં. તેમના લખાણોમાં ય આ અનુભૂતિ કરાવે તેવી મહેંક હતી. પણ હમણાં તેમની સ્મરણાંજલિ રૂપે પ્રગટ થયેલ “પ્રબુદ્ધ જીવન'ના વિશેષાંકમાં એમના વિદુષી ધર્મપત્ની ડો. તારાબહેન શાહનો હૃદયસ્પર્શી લેખ નિહાળ્યો ત્યારે, શતદલ કમલની પાંખડીઓની જેમ એમનાં જીવનના અન્ય પણ ઘણાં ઘણાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org