________________
૧
૬ ૨
શ્વત ઉપાસક રમણભાઈ
-
-
-
જિન ભક્ત-રમણભાઈ
પં. મહાબોધિ વિજય ગણી રમણભાઈનો પ્રથમ પરિચય તો એમના પુસ્તકોના માધ્યમથી થયો. રૂબરૂ પરિચય મારા ૧૯૯૪ ના વાલકેશ્વર-તીન બત્તીના ચોમાસા દરમિયાન થયો.
એ વખતે હું મંત્રીશ્વર વસ્તુપાળ ઉપર રચાયેલ ગૂર્જર કૃતિઓનું સંકલન કરી રહ્યો હતો. આ કાર્યમાં મને રમણભાઈની જરૂર પડી. મેં એમને બોલાવ્યા. તેઓ લગભગ બપોરના બારેક વાગે આવ્યા. તેઓ પૂજાનાં વસ્ત્રોમાં હતા.
એમને જોતાં મારી બે ભ્રમણા ભાંગી. એક તો જેઓને Ph.D. ની ડીગ્રી મળી હોય, જેઓ સમાજમાં વિદ્વાન તરીકે ઓળખાતા હોય...તેઓ નાના સાધુ બોલાવે તો ઝટ ન આવે. ૨૪ વાર કહેણ મોકલીએ તો માંડ ૧૦ મિનિટ મળવા આવે. અથવા પોતાના સ્થાને સાધુને બોલાવે. ભૂતકાળમાં આવા કાર્યો કરતી વખતે અમદાવાદમાં અનેક વખત હું આવા અનુભવોમાંથી પસાર થયો છું.
રમણભાઈ આવ્યા એટલું જ નહિ, નિરાંતે પોણો કલાક બેઠા. ઘણી વાતો કરી. તેમ જ આ કાર્ય માટે પોતાની પાસે જે સામગ્રી હતી તે જરાપણ અધિકારભાવ રાખ્યા વગર સહજતાથી આપી દીધી. એમની સરળતા, એમની નિસ્પૃહતા મને સ્પર્શી ગઈ.
કેટલાક સાધુઓ કે વિદ્વાનો સાહિત્ય સંશોધનના કાર્યમાં પોતાની પાસે રહેલી હસ્તપ્રત આદિ સામગ્રીઓ સહજપણે બીજાને આપીને સહાય નથી કરતા ત્યારે રમણભાઈ જેવા સંસ્કારી આત્માની નિસ્પૃહતા કેમ ન સ્પર્શે?
બીજું, રમણભાઈને પૂજાના વસ્ત્રોમાં જોઈ મને ખરેખર આશ્ચર્ય થયું. કારણ કે મારા મનમાં એવી છાપ હતી. જેઓ કોઈ યુનિવર્સિટી કે ઈન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર હોય, જૈન શાસ્ત્રોના સંશોધક, સંપાદક હોય. એમના જીવનમાં મોટેભાગે પૂજાભક્તિ કરવાની વૃત્તિ નથી હોતી. ઘણીવાર એ કપડાં પહેરીને જતાં સંકોચ થતો હોય છે. જ્યારે રમણભાઈને પૂજાના વસ્ત્રોમાં જોઈ એમની પ્રભુપ્રીતિ, પ્રભુશ્રદ્ધા ઉપર હૃદયમાં વિશ્વાસ બેઠો. એમણે પોતાની શ્રદ્ધા, પોતાના આચારોને મજબૂત રીતે પકડી રાખ્યા. એ કાંઈ જેવી તેવી ચુસ્તતા ન કહેવાય.
અન્ત, રમણભાઈ જ્યાં હોય ત્યાં...શાસનદેવ તેમની શ્રદ્ધાનો દીવો જલતો રાખે એ જ શુભેચ્છા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org