________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૧
૬ ૧
શકતો નથી અને પોતાના દેહનું સારી રીતે રક્ષણ કરી શકતો નથી, તેમ સમ્યજ્ઞાન વિનાનો માણસ પણ પોતાનું હિત-અહિત, પુય-પાપ, સાચું-ખોટું, સારું-ખરાબ વગેરે કાંઈ જાણી શકતો નથી તેમજ આત્મકલ્યાણ પણ સાધી શકતો નથી.
આ જમાનો યંત્રવાદનો છે. વધુ પડતાં યંત્રોએ માનવીને જડસુ, આળસુ, પંગુ અને પરાશ્રયી બનાવી દીધો છે. એટલું જ નહિ, પ્રેયસ્કર એવા શ્રમનાં મૂલ્ય પણ ઘટાડી નાખ્યાં છે. એના પરિણામે આદરપાત્ર એવો શ્રમ આજે હાંસીપાત્ર બન્યો છે.
શારીરિક શ્રમ કરતાંય માનસિક શ્રમનાં મૂલ્ય અનેકગણાં વધુ છે. વિદ્યાપ્રીતિ, કર્તવ્યનિષ્ઠા, ધગશ અને સાચી દિશાના પ્રયત્નો હોય ત્યારે બુદ્ધિમાન માનવી માટે અઘરું અને અશક્ય શું હોઈ શકે?
માનસિક શ્રમના મૂલ્ય ઘટવા લાગે છે ત્યારે શારીરિક રીતે ભાંગી પડેલો માનવી માનસિક રીતે ભાંગી પડે છે. મગજને કસવાની જરાક મહેનત કરવાની બાબતમાં પણ એ હતાશ બની જાય છે. પછી માનવીના પ્રયત્નો વિકાસની દિશાને બદલે વિનાશની દિશામાં પ્રગતિ કરવા લાગી જાય છે.
સમ્યજ્ઞાનની ઉપાસનામાં લેશમાત્ર આળસ કે પ્રમાદ ન ચાલે. વિદ્યાની ઉપાસના કરવા લાગીએ એટલે અઘરું પણ સહેલું લાગવા માંડે. મા સરસ્વતીનો અનુગ્રહ એની ઉપાસના દ્વારા જ પ્રાપ્ત થાય છે.
વસ્થ મનો યત્ર સંતાનમ્ ! જેનું મન જેમાં લાગ્યું તે પોતાની પ્રબળ લગનીને કારણે કરેલા નિરધારને પાર પાડવા સમર્થ બને છે. આ સત્યને રમણભાઈએ સાહિત્યોપાસના દ્વારા સાર્થક કરી બતાવ્યું.
સ્વ. શ્રી રમણભાઈ દ્વારા સર્જિત-સંપાદિત સાહિત્યનો સારી રીતે અને સ કરી, આત્મકલ્યાણના અર્થી પુણ્યાત્માઓ શ્રી સરસ્વતી દેવીને અર્થ અર્પણ કરે એ જ મંગલકામના!
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org