________________
શ્રુત ઉપાસક રમણભાઈ
આત્મહિતકર સાહિત્યસર્જક શ્રી રમણભાઈ
[ પૂ. મુનિશ્રી હિતવિજયજી મ.સા. સાહિત્યનું ક્ષેત્ર ક્યારેય સર્જક કે વિવેચક વગરનું રહ્યું નથી. એમાંય બહુજનહિતાય, બહુજનસુખાય અને બહુજનજ્ઞાનાય યત્નશીલ સજ્જનો પોતાનો ફાળો આપતા રહ્યા છે. આપણો સાહિત્યિક વારસો શાસનમાં થયેલા અનેક વિદ્વાન મુનિવરો આદિની સેવાથી ધન્ય બનેલો છે. સાહિત્યરસિકોની અગ્ર પંક્તિને શોભાવી શકે એવા સ્વ-પર-હિતચિંતકોમાંના શ્રદ્ધેય શ્રી રમણલાલ ચી. શાહ એક હતા.
આત્મહિતકર સાહિત્યના સર્જન દ્વારા તેઓ કર્મરૂપી પંજરમાં પુરાયેલા સ્વ-પરના આતમહંસને કર્મપંજર તોડીને મુક્ત બનવામાં અને શાશ્વત સુખના ભોક્તા બનવામાં સહાયક બનતા રહ્યા.
વાણીને દેવી ગણીને એની આરાધના કરવાનું ઠેર ઠેર ઉપદેશાયું છે. સરસ્વતી એ વાગેવતાનું સર્વસંસાર સુપ્રસિદ્ધ સ્વરૂપ છે.
જેણે એક માત્ર પોતાના આત્માને જાણ્યો છે એને માટે આ જગતમાં જાણવા જેવું બીજું કાંઈ જ બાકી રહેતું નથી અને જેણે આખી દુનિયાનું બધું જ જ્ઞાન મેળવ્યું હોય, પણ જો એક માત્ર પોતાના આત્માને જાણ્યો ન હોય તો એણે મેળવેલું આખી દુનિયાનું તમામ જ્ઞાન નિરર્થક છે.
કૂવામાં પડેલા માણસે કૂવામાં રહેલું પાણી કેવું છે અને કેટલું છે, તેમજ કૂવાની ઊંડાઈ, પહોળાઈ, ગોળાઈ વગેરેનું તલસ્પર્શી જ્ઞાન મેળવ્યું હોય, પણ કૂવામાંથી બહાર કેમ નીકળવું એનું જ્ઞાન ન મેળવ્યું હોય તો એણે મેળવેલું આખી દુનિયાનું તમામ જ્ઞાન નિરર્થક પૂરવાર થાય છે.
સમ્યજ્ઞાન આત્માનો સંસારરૂપી કૂવા થકી ઉદ્ધાર કરનારું હોવાથી જ શાસ્ત્રકારોએ સમ્યજ્ઞાનનો મહિમા વર્ણવ્યો છે. આ બાબતને નજર સમક્ષ રાખીને રમણભાઈએ જ્ઞાનની સાધનાનો જે પુરુષાર્થ કર્યો હતો એ ખરેખર અનુમોદનીય હતો.
આંખ વિનાનો માણસ જેમ માર્ગ-ઉન્માર્ગ, ખાડા-ટેકરા વગેરે કાંઈ જાણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org