________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૧૫૯
એથી મારાં ઉપર્યુક્ત બે પ્રકાશનોની એમણે સુંદર પ્રસ્તાવના લખી આપી હતી. તેઓશ્રીની લેખનશૈલી ખૂબ રસાળ હતી. પુસ્તક હાથમાં લીધા પછી મૂકવાનું મન ન થાય. એક વાર મેં પત્ર દ્વારા એમને પૂછેલું કે તમારા નામના અક્ષરો રમણલાલ સી' શાહ લખવા કે રમણલાલ “ચી શાહ લખવા? જવાબમાં એમણે મને લખેલું કે અંગ્રેજીની રોમન લિપિ અનુસાર “સી” શાહ લખી શકાય. પણ મને “ચી શાહ જ પસંદ છે.
તેઓશ્રી “ચી શાહ (દીર્ઘ ઈ) લખતા હતા. પણ ચિમનલાલ'ના ચિ - ચી અંગે મારે એક વિદ્વાન સાથે થયેલી ચર્ચા દ્વારા ‘ચિ' (ચિમનલાલ) સાચું હોવાનું જાણવા મળ્યું હતું.
પ્રબુદ્ધ પુરુષની વિદાય સમવેદના સહ લખવાનું કે–પ્રો. રમણભાઈ ચી. શાહના દેહ વિલયના સમાચાર મુંબઈ સમાચારમાં વાંચીને આઘાત અનુભવ્યો.
તેઓ એક પ્રબુદ્ધ પુરુષ હતા. તેમના મૃત્યુની ઘટનાને પંડિત મરણ જ કહી શકાય, કારણ જ્ઞાનીઓએ બે મરણ બતાવ્યાં છે તેવું બાળમરણ અજ્ઞાનીનું હોય છે પરંતુ પ્રજ્ઞાવાન, પ્રબુદ્ધ જીવોનું મરણ પંડિત મરણ કહેવાય છે. આ એક વિરલ ઘટના જ કહી શકાય કે-તેમણે લખેલું વાક્ય કેટલું બધું અર્થસૂચક છે, “અમે “ઘર બદલ્યું છે. નવું સરનામું નોંધી લેશો.” ચોક્કસ તેમને તેમની વિદાય વેળાની પ્રતીતિ થઈ હશે જ.
મેં તેમને મલ્લિનાથ ભગવાનના લેખ સંદર્ભે પત્ર લખેલો-તેમણે તેના જવાબમાં ઉપરના-ઉદ્ગારો રજૂ કર્યા છે.
| પૃગેન્દ્ર વિજયના ધર્મલાભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org