________________
૧૫૮
શ્રુત ઉપાસક રમણભાઈ
જ્ઞાનાચારની આરાધના
] પૂ. મુનિશ્રી હિતવિજયજી મ.સા.
આધુનિક તમામ સુખ-સગવડોથી ભરપૂર, સ્વર્ગ સમાન સુંદર બંગલામાં જો પ્રકાશનું એક કિરણ પણ પ્રવેશ પામી શકતું ન હોય, તેથી આખો બંગલો ઘોર અંધકારમય હોય તો એવા અંધારિયા બંગલાની કિંમત કોડીની થઈ જાય તેમ જ એમાં રહેવા જના૨ અથડાય, કુટાય અને ખૂબ દુ:ખી થાય.
માણસ યુવાન હોય અને દેવ જેવો રૂપાળો હોય, પણ જો એ આંધળો હોય તો એનું રૂપ નિરર્થક બની જાય તેમ જ દૃષ્ટિના અભાવે એ જીવનભર સર્વત્ર અથડાય, ફુટાય અને ખૂબ દુઃખી થાય.
બંગલામાં જે સ્થાન પ્રકાશનું છે, શરીરમાં જે સ્થાન આંખનું છે, માનવ–જીવનમાં એ સ્થાન જ્ઞાનનું છે.
અજ્ઞાન માણસ પુણ્ય-પાપ, હેય-ઉપાદેય, કર્તવ્ય-અકર્તવ્ય આદિ કાંઈ જાણી શકતો નથી, તેથી આ લોક-પરલોકમાં દુ:ખી થાય છે અને આત્મહિત સાધી શકતો નથી.
Jain Education International
જ્ઞાની માણસ જ પુણ્ય-પાપ આદિ જાણી શકે છે અને આ લોક-પરલોક સુધારવા સાથે રત્નત્રયીની આરાધના દ્વારા શિવસુખ પામી શકે છે.
સ્વર્ગસ્થ ડૉ. રમણલાલ ચી. શાહે પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન શ્રદ્ધાપૂર્વક જ્ઞાનાચારની સુંદર આરાધના દ્વારા જૈન કુળને અને પોતાના સમસ્ત જીવનને ઉજ્જવળ બનાવ્યું છે, શોભાવ્યું છે.
સમ્યગ્દર્શન વધુ ને વધુ નિર્મલ બનવા સાથે ભવાંતરમાં પણ એમની જ્ઞાનાચારની આરાધના વણથંભી ચાલુ રહે અને તેઓ શીઘ્ર આત્મહિત સાથે એ જ શુભાભિલાષા.
એમની સાથેનો મારો પરિચય ૧૦/૧૨ વરસથી પત્ર દ્વારા જ થયેલો છે. અમે પ્રત્યક્ષ ક્યારેય મળ્યા નથી. તેઓશ્રીએ મારા પ્રકાશનો ‘જોડાક્ષ૨ વિચાર' અને ‘ગુજરાતી લિપિ'ની પ્રસ્તાવના લખી આપી હતી અને મારા ૨-૪ લેખો ‘પ્રબુદ્ધ જીવન’માં પ્રગટ કર્યા હતા.
મારા પ્રત્યે તેમ જ મારાં પ્રકાશનો પ્રત્યે સંપૂર્ણ સદ્ભાવ ધરાવતા હતા,
For Private & Personal Use Only
www.jainelibrary.org