________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૧૫૭ પ્રકાંડ વિદ્વાન હોવા છતાં લેશ પણ વિદ્વતાના ભાર વગરનાં, પૂ. સાધુ-સાધ્વીજી પ્રત્યે અથાગ ભક્તિભાવ રાખનાર અને તેમનો આદર કરનાર, લેખનકાર્યો અને અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવા છતાં જેન આચારોનું યથાશક્ય પાલન કરનારા, જિનપૂજા કરનાર જેવા રમણભાઈને જોતાં જ એક સાત્ત્વિક આત્માને જોતા હોઈએ તેવો ભાવ થાય.
વાલકેશ્વરમાં હું એસ. પી. એપાર્ટમેન્ટમાં અને તેઓ રેખા બિલ્ડિંગમાં રહે. એટલે ક્યારેક ક્યારેક રસ્તામાં અમારે મળવાનું થતું ત્યારે ખૂબ આનંદ થતો.
તેમના એક પુસ્તક “પાસપોર્ટની પાંખે-ભાગ ૩'માં છેલ્લે ભારતના ખજૂરાહો' પ્રકરણમાં બ્રેક, લાઈટ, હોર્ન, વિનાની ચાવીથી નહિ પણ બે વાયર અડાડીને ચાલતી જીપનું વર્ણન અને તેને ચલાવનાર ઠીંગુજી ડ્રાયવરનું વર્ણન અતિશય સુંદર છે. એક બાજુ રમૂજ ઉત્પન્ન થાય, બીજી બાજુ ગરીબ માણસ પ્રત્યે કરુણા જન્મે. તે વાંચતા વાંચતા ન હસવાની ટેવવાળાને હસવું આવ્યા સિવાય રહે નહીં.
મારી તેમની સાથે અવારનવાર મુલાકાત થતી તેમાં પ્રભાવક સ્થવિરોના પુસ્તકના લખાણથી-વાંચનથી પ્રેરાઈને તેમને જૈનેત્તર જૈન સાધુ ઉપર લખવા માટે કહેલું. મેં તેમને કહેલું કે તમે આવા સુંદર પુસ્તકો લખ્યા છે તો જૈનેતરોને પણ ખ્યાલ આવે કે જેન ન હોવા છતાં પણ જૈનેતર વ્યક્તિએ સાધુપણું સ્વીકારી કેવાં ધર્મનાં સુંદર કામો કર્યા છે તે સૌને ખ્યાલ આવે અને શાસનના જૈન ધર્મની વિશાળતાનો અનુભવ થાય.
તેમણે લખેલ પુસ્તકોમાં તેમનાં છેલ્લા બે પુસ્તકો “અધ્યાત્મસાર' અને “જ્ઞાનસાર પુસ્તકો ખૂબ જ સુંદર બન્યા છે. તેમણે જે શૈલી અપનાવી છે તે સુંદર છે. શ્લોક અને તેની નીચે જ ગુજરાતી ભાષાંતર અને શબ્દોની સમજ. જેથી શ્લોકનો મર્મ તરત સમજાય. ઉપાધ્યાયજી મહારાજ સાહેબનાં ગ્રન્થોને આવી સુંદર રીતે રજૂ કરીને શ્રી રમણભાઈએ શ્રેષ્ઠતમ કાર્ય કર્યું છે તે તેમના જીવન ચિરંજીવી કાર્ય બની રહેશે. તેઓ હજુ હોત તો વધુ સુંદર પ્રકાશનો સમાજને આપતા રહ્યા હોત. અસ્તુ
તેમનો આત્મા જ્યાં ગયો હોય ત્યાં જ્ઞાન-દર્શનને પામે તેવી શુભ ભાવના સાથે.
* * *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org