________________
૧૫૬
શ્રુત ઉપાસક રમણભાઈ
વિપુલ સાહિત્યસર્જક : ડૉ. રમણભાઈ
I પૂજ્ય મુનિશ્રી જયભદ્રવિજયજી મ. સા.
થોડાં વરસો પહેલા અમારા સમુદાયના સાધુઓ પાલિતાણા આવ્યા. દશેક દિવસ રોકાયા. આ દશ દિવસ દરમ્યાન તેઓએ પાલિતાણાની જાત્રા નવટૂંક ઘેટી પાગ, હસ્તગિરિ વગેરે ગયા. દશમાં દિવસે રાતના સમયે પૂ. પન્યાસશ્રી વાચસ્પતિવિજયજી મ. સાહેબ પાસે બેસવા આવ્યા, પરંતુ પૂ. પન્યાસજી મહારાજ સાહેબનું પ્રતિક્રમણ બાકી હતું તેથી તેમને મારી પાસે બેસવા જણાવ્યું. એ બે સાધુઓ મારી પાસે એકાદ કલાક બેઠા. ઘણી ઘણી વાતો થઈ, ખૂબ આનંદ થયો. ઊઠતા ઊઠતા એ સાધુઓ બોલ્યા કે આપણે નવ દિવસ ફોગટ ગુમાવ્યા. જો આપણે નવેનવ દિવસ બેઠા હોત તો કેવું સારું અને રમણભાઈના પુસ્તકની વિગતો જાણી હોત તો ! કેટલી માહિતી જાણવા મળત ! આ સાંભળી મને મનમાં વિચાર આવ્યો કે શ્રી રમણભાઈનાં પુસ્તકો કેટલા ઉપયોગી છે. નજીકનાં સમયમાં જ મેં તેમનાં પ્રભાવક સ્થવિરો પુસ્તક વાંચ્યા હતા. પૂ. વડીલો પાસેથી સાંભળેલી અને શ્રી રમણભાઈનાં પુસ્તકમાંથી વાંચેલી વિગતોએ મને તે પૂજ્ય પુરુષોની માહિતીથી સભર કર્યો.
ત્યારથી મેં શ્રી રમણભાઈના પુસ્તકોને સારી રીતે વાંચવાનું રાખ્યું અને જે પણ પુસ્તક વાંચુ તે પુસ્તકમાંથી ધા૨વા જેવી બાબતો ધારી લઉં, યાદ રાખી લઉં.
તેમનાં પુસ્તકો વાંચવાની ખૂબ મજા આવતી. ક્યારેય કંટાળો નથી લાગ્યો. તેમની લખવાની સરળ શૈલી, રસલાલિત્ય તથા વિષયને નિરૂપવાની અનોખી રીતને કારણે દરેક પ્રસંગો જીવંત લાગતા. જ્યાં જે વસ્તુનો-વિષયનો રસનું નિર્દેશન કરવું હોય ત્યાં કરતાં. તેથી તેમનાં પુસ્તકોમાં રસરૂચિજળવાઈ રહેતી.
તેમને લખેલા લગભગ તમામે તમામ પુસ્તકો હું જોઈ ગયો છું. યાત્રા પ્રવાસનું પુસ્તક હોય. સ્વદેશ-પરદેશ પ્રવાસનું પુસ્તક હોય તો તે વાંચતાં પણ ઘણી નવી વિગતો જાણવા મળે, ત્યાંની વિશેષતાઓ જાણવા મળે અને વાંચન દ્વારા આપણને એમ જ લાગે કે આપણે પણ તે જગ્યાએ જઈ આવ્યા છીએ.
આવા જૈન સમાજની બહુમુખી પ્રતિભા ધરાવતી વ્યક્તિ ચાલી જવાથી જેન સમાજને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. તેમની નિખાલસતા, નિરભિમાનીપણું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org