________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૧૫૫
માનસરોવ૨માંથી રાજહંસ વિદાય લે ત્યારે હંસને કોઈ હાનિ થતી નથી પરંતુ માનસરોવ૨ને જ હાનિ થાય છે તેમ એ જીવ જ્યાં જશે ત્યાં તે સ્થાનની શોભા જ બનશે પરંતુ આપણા આ વર્તમાન સમાજને તેમની ખોટ જલ્દી પૂરાય તેમ લાગતું
નથી.
અંતમાં આવા સાધુચરિત સજ્જન આત્મા જ્યાં હોય ત્યાં સૌનું કલ્યાણ કરનાર થાય એ જ એક શુભભાવના.
આત્માર્થી, મુમુક્ષુ જીવમાં સરળતા હોવી આવશ્યક જ નહિ, અનિવાર્ય છે. સરળતાથી અન્ય ગુણો પ્રગટ થાય છે અને દોષોનું નિવારણ થાય છે. સોફ ગુજ્જુયમૂયસ્ક અર્થાત્ સરળતાથી શુદ્ધિ થાય છે. અસરળ જીવ આત્મહિત જલદી સાધી શકતો નથી. સરળ પરિણામી જીવ તત્ત્વના તાત્પર્યને તરત પામી શકે છે. વ્યાવહારિક બાહ્ય સરળતા કરતાં આંતરમનની દોષરહિત પારમાર્થિક સરળતા જીવને અંતર્મુખ થવામાં અને આત્મહિત સાધવામાં ઉપકારક બને છે. માટે પારમાર્થિક સરળતા ઉપાદેય છે. આર્જવ જ્યારે એની ઉત્તમ કોટિએ પહોંચે છે ત્યારે તે સમ્યગ્દર્શન સહિત જ હોય છે.
સરળતાથી ઉદારતા, મધ્યસ્થતા, વિશાળતા ઈત્યાદિ ગુણો પ્રાપ્ત થાય છે, સરળ જીવ પોતાના દોષોનું અવલોકન કરે છે અને તેનો સ્વીકાર કરી લે છે. તે દોષોને દૂર કરવા માટે તથા પોતાની ભૂલોનું પુનરાવર્તન ન થાય તે માટે સતત જાગ્રત રહે છે. તે બીજાનો પ્રીતિપાત્ર બને છે. અસરળ જીવ પોતાના દોષોનો સ્વીકાર કરવાને બદલે બચાવ કરે છે. બૌદ્ધિક સ્તરે પોતાના દોષો સમજાતા હોવા છતાં તેના અંતરમાં તેને માટે પ્રીતિ રહે છે. એટલે જ તે બીજાની પ્રીતિ ગુમાવે છે.
તત્ત્વની દૃષ્ટિએ જોઇએ તો આર્જવ અર્થાત્ સ૨ળતા એ આત્માનો સ્વભાવ છે, ગુણધર્મ છે. આત્માનો એ ગુણ હોવાથી નિગોદના જીવોથી માંડીને સિદ્ધગતિના જીવોમાં એ રહેલો છે. નિગોદમાં એ આવરાયેલો છે અને કેવલી ભગવંતો તથા સિદ્ધગતિના જીવોમાં એ પૂર્ણપણે પ્રકાશિત છે.
] રમણલાલ ચી. શાહ
(‘જિનતત્ત્વ-ભાગ-૭’માંથી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org