________________
૧૫૪
શ્રુત ઉપાસક રમણભાઈ Scriptures-RISSIONS) ના તત્કાલીન કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહમાં પધારવા માટે મેં તેઓને નિમંત્રણ મોકલ્યું ત્યારે તેઓની તબિયત નાદુરસ્ત હોવા છતાં આવવાની હા પાડી અને આવ્યા. અને તેમની તબિયતને અનુકૂળ આવે તે માટે પારુલનગર સંઘના કાર્યકર્તા શ્રી સુપ્રીમભાઈ પી. શાહને ત્યાં રહ્યા અને તેમની સાથેનો શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરનો પરિચય તાજો કર્યો. એટલું જ નહિ ઉદ્ઘાટન સમારોહ બાદ બપોરના પરિસંવાદમાં અધ્યક્ષતા પણ સ્વીકારી અને પરિસંવાદનું સફળતાપૂર્વક સંચાલન પણ કર્યું. જે મારા માટે ખરેખર અવિસ્મરણીય પ્રસંગ છે.
તે પરિસંવાદમાં ડો. જિતેન્દ્રભાઈ બી. શાહે આપણી સામાયિક પ્રક્રિયા ઉપર પોતાનું સંશોધન પત્ર રજૂ કર્યું ત્યારે એક રમૂજભરી કથા પણ કહેલી. તો સાથે સાથે અમદાવાદની સુપ્રસિદ્ધ વિજ્ઞાન સંસ્થા ભૌતિકશાસ્ત્ર સંશોધન પ્રયોગશાળા (Physical Research Laboratory) ના વિજ્ઞાની ડૉ. નરેન્દ્રભાઈ ભંડારીએ રજૂ કરેલ આધુનિક વિજ્ઞાન અને જૈન દર્શન અંગેના સંશોધનપત્રની ચર્ચામાં ક્રમબદ્ધપર્યાય, જમાલિના નિયતિવાદ અને પુરુષાર્થની નિષ્ફળતા અંગે સ્પષ્ટીકરણ કરતાં તેઓએ જણાવેલ કે છદ્મસ્થ જીવોની અપેક્ષાએ પુરુષાર્થ જરૂરી છે, જ્યારે કેવળજ્ઞાની અપેક્ષાએ ક્રમબદ્ધ પર્યાય નિયત છે. પરંતુ તેટલા માત્રથી પુરુષાર્થનું મહત્ત્વ ઓછું થતું નથી.
છેલ્લે ગઈ સાલ મારા આભામંડળ અંગેના પુસ્તકની પ્રસ્તાવના લખવાનું કહ્યું તો કશી જ આનાકાની વગર તેમણે તે સ્વીકાર્યું. એટલું જ નહિ સમયસર તે લખી મોકલી. સાથે એમને એ પુસ્તક એટલું ગમી ગયું કે તેમાંથી એક પ્રકરણ તેમણે પ્રબુદ્ધ જીવનમાં પણ પ્રકાશિત કર્યું અને મને લખ્યું કે આપની રજા મેળવ્યા વગર મેં આપના પુસ્તકમાંથી એક પ્રકરણ પ્રબુદ્ધ જીવનમાં પ્રકાશિત કર્યું છે. આજના જમાનામાં જ્યારે સાહિત્યિક ચોરી (Plagiarism) સર્વ સામાન્ય ઘટના બની ગઈ છે ત્યારે આ રીતે નિખાલસ અને સરળતાપૂર્વક આવો સ્વીકાર કરવો દુર્લભ લાગે છે.
શ્રી રમણભાઈ વિદ્વાન હોવાની સાથે સાથે એક સાધક આત્મા પણ હતા. અને સાધક આત્માનું એક મહત્ત્વનું લક્ષણ એ હોય છે કે તેઓ હંમેશાં સરળ હોય છે. શ્રી રમણભાઈ પણ આવા સરળ અને નિર્દભ પ્રકૃતિના મહામાનવ હતા. અને તે જ તેમની વિશેષતા હતી. આવા વિદ્વાન સમાજસેવી નિર્દભ પ્રકૃતિના સાધુચરિત જ્યારે વિદાય લે છે ત્યારે સંસ્કૃત સુભાષિતમાં જણાવ્યા પ્રમાણે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org