________________
શ્રત ઉપાસક રમણભાઈ
૧૫૩
વર્તમાન કાળના અનુપમ સાક્ષર
ડૉ. રમણભાઈ ચી. શાહ |પૂ. પંન્યાસ નંદીઘોષવિજયગણિ મહારાજ સાહેબ શ્રી રમણભાઈ સાથે મારો પરિચય બહુ જ થોડા સમયનો છે. તેમનું નામ નવનીત-સમર્પણ” (ગુજરાતી) તથા હિન્દી “નવનીત' (ડાઈજેસ્ટ)માં ઘણી વખત વાંચેલ. ખાસ તો તેમનો પ્રવાસ અનુભવ “પાસપોર્ટની પાંખે' લેખમાળા દ્વારા બહુ જ સહજ અને સ્વાભાવિક રીતે આલેખાયેલ છે, તેના દ્વારા તેમનો શબ્દ પરિચય મળેલ. આમ તેમનો પરોક્ષ પરિચય હતો પરંતુ પ્રત્યક્ષ પરિચય તો શ્રી મહાવીર જૈન વિદ્યાલય મુંબઈ દ્વારા પ્રકાશિત થનાર મારા “જૈનદર્શન વૈજ્ઞાનિક Ezz' Jainism :Through Science 444Lid seal qu4d 24HELLEY પાલિતાણાના અમારા વિહાર દરમ્યાન કોઠ ગામે આવેલ ત્યારે થયેલ. ત્યાર પછી ક્યારેક પત્ર દ્વારા મળવાનું થતું પણ તેમની તબિયતના કારણે તેઓ બહાર બહુ જતા ન હોવાથી રૂબરૂ મળવાનું થયું નહોતું. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ તરફથી ઘણા જૈન સાહિત્ય સમારોહનું આયોજન થયું હતું અને ઘણા લોકોનો પ્રેમ સંપાદન કર્યો હતો.
“પ્રબુદ્ધ જીવન'ના તંત્રી તરીકેની તેમની કામગીરી બહુ જ પ્રશંસનીય અને તટસ્થતાપૂર્ણ રહી હતી. સામાન્ય રીતે શરૂઆતમાં પ્રબુદ્ધ જીવનનો ઈતિહાસ જેન સાધુ પરંપરાથી વિરુદ્ધ રહ્યો હતો તેથી પ્રબુદ્ધ જીવન સાથે સંકળાવવાનું કોઈ પણ સાધુ માટે જોખમકારક ગણાતું તેવા સમયમાં તેમણે પ્રબુદ્ધ જીવનનું તંત્રીપદ સ્વીકારી સાધુઓ પ્રત્યેના સભાવ દ્વારા પ્રબુદ્ધ જીવનને સાધુઓમાં પણ લોકપ્રિય બનાવ્યું. એ તેમની બહુ મોટી સિદ્ધિ હતી.
મારા જૈનદર્શન અને વિજ્ઞાનના લેખોથી તેઓ બહુ પ્રભાવિત થયેલ એટલે તેમણે કોઈ પણ જાતની બહુ લાંબી ઝંઝટ કર્યા વિના જ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ટ્રસ્ટીમંડળને મારા લેખ સંગ્રહને પ્રકાશિત કરવાની ભલામણ કરી. જે મારા માટે પાશેરામાં પહેલી પૂણી જેવું હતું. ત્યાર પછી ફરીવાર અમદાવાદ-પારુલનગર ખાતે અમારી “ભારતીય પ્રાચીન સાહિત્ય વૈજ્ઞાનિક રહસ્ય 2114 2124L' (Research Institute of Scientific secrets from Indian Oriental
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org