________________
શ્રુત ઉપાસક રમણભાઈ
૧૬૫
સ્વયં ઉચ્ચસ્તરીય વિદ્વાન હોવા છતાં જેન શ્રમણ-શ્રમણીઓ પર પૂર્ણ ભક્તિ ધરાવનાર રમણભાઈને એક મુનિવરે વાતવાતમાં કહ્યું કે “જ્યારે અન્યોને કાંઈ આપો ત્યારે એની અપેક્ષા કરતાં કાંઈક વધુ આપો. એનાથી એને ને તમને વિશિષ્ટ આનંદ મળશે.” આ વાતને તરત અમલી બનાવીને રમણભાઈએ નક્કી કર્યું કે “ગરીબોને લોકો એકાદ રૂપિયો ભીખમાં આપે છે એટલે ભિક્ષુકોની અપેક્ષા એટલી રહે છે. મારે હવેથી રોજ ગરીબોને દશ-દશ રૂ.ની નોટ આપવી. એ ય સાવ સહજતાથી આપીને તરત આગળ નીકળી જવું.” આનાથી ગરીબોને જે અનપેક્ષિત આનંદ થતો એથી તેઓ રોમાંચ અનુભવતા. આ ઉપક્રમ જાળવવાથી તેમને ગરીબોના આશીર્વાદની ઘણી મોટી મૂડી મળી હશે કદાચ.
મારી વાત કરું તો, લગબગ બે-અઢી વર્ષ પૂર્વે મારા ગુરુદેવ આ. શ્રી સૂર્યોદયસૂરીશ્વરજી મ. સાથે વાલકેશ્વર-તીનબત્તીના શ્રી આદીશ્વર દેરાસરે દર્શન કરીને બહાર આવ્યો ત્યાં સામેથી પૂજાવસ્ત્રોમાં રમણભાઈ મળ્યા. ખૂબ આત્મીયતાથી વંદન-વાર્તાલાપ કરીને એમણે “પ્રબુદ્ધ જીવન' મોકલવા માટે અમારું સ્થાયી સંપર્ક સરનામું માંગ્યું, એમનાં કેટલાંક પુસ્તકો મોકલાવ્યાં ને અમારાં પુસ્તકો એમને મોકલાવવા સૂચના પણ કરી. એ પૈકી ગત વર્ષે પ્રગટ થયેલ અમારો “યુગદિવાકર' નામે સાતસો પેજનો મહાગ્રન્થ નિહાળીને તેમને ખૂબ આનંદ થયો. કારણ કે તેઓ વર્ષો સુધી વાચના લઈને તેમજ અન્ય કાર્યો દ્વારા યુગદિવાકર ગુરુદેવના ઘનિષ્ઠ પરિચયમાં આવ્યાં હતાં. જીવનના અંતિમ મહિનાઓમાં એટલે કે ગત વર્ષ (વિ. સં. ૨૦૬૧)ના શ્રાવણ માસમાં તેમણે પ્રબુદ્ધ જીવનમાં અગ્રલેખ રૂપે પરમ ગુરુદેવ યુગદિવાકર આ. શ્રી ધર્મસૂરીશ્વરજી મહારાજ વિશે જે વિસ્તૃત લેખ લખ્યો તેમાં તેઓએ પેલા યુગદિવાકર' મહાગ્રન્થને દિવંગત જૈનાચાર્યનાં જીવનની સર્વાગીણ માહિતી આપનાર ગ્રન્થરૂપે બિરદાવ્યો. એટલું જ નહિ, સૂક્ષ્મ અવલોકન કરીને એમણે એ લેખમાં દિવંગત જૈનાચાર્યની સાચી જન્મતિથિ “શ્રાવણ શુદિ અગ્યારશ” રજૂ કરી કે જે પેલા મહાગ્રન્થમાં પ્રબળ પ્રમાણોથી પ્રતિપાદિત કરાઈ છે...
છેલ્લે એક વાત. મૃત્યુ તો દરેક વ્યક્તિની જીવનયાત્રાનો અંતિમ મુકામ છે જ. પણ રમણભાઈ જેવી વ્યક્તિઓ એવું વિશિષ્ટ જીવન જીવીને અંતિમ મંઝિલે પહોંચે છે કે જેના માટે યાદ આવી જાય પેલી પંક્તિઓ કે -
“યું તો સભી મરણ કે રાહી, એક દિન મર જાતે હૈ; ધન્ય ઉસી કો જો મર કર ભી, નામ અમર કર જાતે હૈ...” * * *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org