________________
૧ ૬૬
શ્રત ઉપાસક રમણભાઈ
ગુણથી ગરિમાવાનું..અદકેરો આદમી..!
D પં. વજસેન વિજયજી મ.સા. ઉદાર અને નિરભિમાની વ્યક્તિ એટલે..રમણલાલ ચી. શાહ
એમના માટે સૌ પ્રથમ તો માન થાય તેવો એક એમનો નિર્ણય–એટલે કે કોપીરાઈટનું વિસર્જન.
એમણે જે જે વિષયને હાથમાં લે, તેને પોતાની કામણગારી કલમથી એવો ઉપસાવી દે કે એ વિષય જીવંત બની જાય.
પોતાના જાત અનુભવોને એવા માર્મિક અને સાદુશપણે રજૂ કરે કે અણદીઠેલો પ્રસંગ નજર સમક્ષ તરવરવા લાગે.
એક વખત રમણભાઈ એમના ધર્મપત્ની સાથે જામનગર મુકામે વંદનાર્થે આવ્યા.
એમને અમારા પરમ ઉપકારી, પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકર વિજયજી મહારાજ ઉપર અત્યંત પૂજ્યભાવ હતો. પહેલા પૂજ્યશ્રીનાં સાહિત્ય અંગે ખૂબ જ ગુણાનુવાદ કર્યા પછી કહ્યું કે.સાહેબ! પૂજ્યશ્રીનાં સાહિત્યને જે જુદા જુદા નવકાર આદિ નાના-નાના પુસ્તકોમાં છપાવ્યું છે, તેને વિષયવાર વોલ્યુમ તરીકે પ્રકાશિત થાય તો ખૂબ જ ઉપયોગી બનશે અને એકગ્રંથમાં એક વિષયની સંપૂર્ણ માહિતી મળી રહે. એમની અત્યંત લાગણી અને સૌહાર્દ ભરેલી ભલામણ અમને ગમી ગઈ. અને ત્યારબાદ એ રીતે ચાર વોલ્યુમમાં પૂજ્યશ્રીનું સાહિત્ય પ્રકાશિત થયું. જે ખરેખર ખૂબ જ ઉપયોગી બન્યું.
જ્યારે જ્યારે વોલ્યુમ રૂપ ગ્રંથ પ્રકાશિત થાય ત્યારે અચૂક રમણભાઈ યાદ આવી જાય.
છેલ્લે જ્યારે હિંમતભાઈના લેખ વિષે જણાવ્યું. ત્યારે પણ તેઓએ ઉમળકાપૂર્વક ભાતૃભાવ પૂર્વક હિંમતભાઈ માટે લેખ લખીને મોકલ્યો છે.
એમની નિખાલસતા એક વિશેષભાવને આકર્ષણ કરતી હતી. મિલનસાર વ્યક્તિત્વનાં ધારક, રમણભાઈનો આત્મા પરમાત્માનું શાસન પામી પરમપદને
પામે...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org