________________
શ્રત ઉપાસક રમણભાઈ
૧૦ ૯
તેના વિચારોમાં મગ્ન હોય. જેને મદદ કરે તેની સાથે માનથી, સભાવથી વર્તે. તેમના સંપર્કમાં આવેલા કેટલાક વિદ્યાર્થીઓને તેમણે શાળા કે કૉલેજની ફી ની રકમ આપી છે.
ડો. દોશીકાકા સાથે નેત્રયજ્ઞમાં જાય ત્યારે દરદીને ધાબળા કે ચાદર આપે અને દરદી અને તેને સાચવનાર બન્નેને પૈસા આપે. કપડાં, સ્વેટર વગેરે સાથે રાખે. અનુકૂળતા પ્રમાણે આપતા જાય.
આ પ્રવૃત્તિ માત્ર માનવપૂરતી જ સીમિત ન રહેતા વૃક્ષોથી, પશુ, પંખી સુધી વિસ્તરી. અમારા ઘરની ગેલેરીમાં આવતા સોથી વધારે કાગડાને રોજ ગાંઠિયા ખવરાવે, કોઈ વાર મોડા પડેલા કાગડા તેમને હીંચકા પર બેસી લખતા જુએ ત્યારે અવાજ કરે. મોડા આવનાર માટે ડબ્બામાં ગાંઠિયા રાખી મૂકે. તેમના હાથમાંથી, તેમને ઇજા ન પહોંચે એ રીતે ગાંઠિયા લઇને કાગડા ઊડી જાય. પરદેશમાં હોય ત્યારે પણ ફોન પર મને પૂછે. મારા મિત્રો આવે છે? ભૂખ્યા તો નથી રહેતા ને? હું તેમના ભાવને જાણું તેથી ભૂલ્યા વિના કાગડાને ખવરાઉં. બહારથી અતિ સામાન્ય દેખાતી આ ક્રિયા જુદા ભાવથી જોઈએ ત્યારે ખૂબ આનંદ થાય.
લેખકો માટે કોપીરાઈટ એ નામના, હક અને આવક એમ અનેક દૃષ્ટિએ અતિ મહત્ત્વનું તત્ત્વ છે. પરંતુ રમણભાઇએ પોતાના ભૂતકાળના અને વર્તમાનકાળના લખાણોના કોપીરાઇટનું વિસર્જન કર્યું. કલકત્તાના એક વર્તમાનપત્રે આની નોંધ ગૌરવભેર લીધી છે. કોપીરાઇટના વિસર્જનથી ઊભા થતા ભય સામે તેમને કેટલાકે ચેતવ્યા હતા કે તમારું લખાણ થોડા ફેરફાર સાથે લખીને કોઈ છાપશે અને નામ પોતાનું મૂકશે ત્યારે રમણભાઇએ જવાબ આપ્યો કે હું તો મહાપુરુષની વાત કે ભગવાનની વાણી વિશે લખીશ, ભલે તેનો પ્રચાર બીજા પણ કરે. ભય જે રીતે વ્યક્ત થયો તે પ્રમાણે કેટલાક લખાણોમાં એવું થયું પણ છે. પરંતુ રમણભાઇએ પૈસા કે પ્રતિષ્ઠા માટે લખ્યું નહોતું તેથી તેમણે ચિંતા કરી નહિ. ખુદ લખનારને પણ કશું કહ્યું નહિ.
કોપીરાઇટના વિસર્જનનો સારો પડઘો પડ્યો. શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુર તરફથી પ્રકાશન થતાં પુસ્તકોના એ સંસ્થાએ શરૂઆતથી જ કોપીરાઈટ ન રાખ્યા. મુનિશ્રી સંતબાલજીની મહાવીર સાહિત્ય પ્રકાશન સંસ્થાએ ન રાખ્યા. અમેરિકાની પ્રસિદ્ધ જૈન સંસ્થા Jaina એ પણ પોતાના કોપીરાઇટ છોડડ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org